શોધખોળ કરો
Advertisement
કોરોના થયા પછી એન્ટીબોડી ડેવલપ થાય છે કે નહીં? જાણો શું છે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનું મહત્વપૂર્ણ સંશોધન?
કોરોનાના એક પણ લક્ષણ સાથે પોઝિટિવ થયેલા દર્દીઓમાં એન્ટીબોડી ડેવલપ થતી હોવાનો દાવો સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા કરાઈ રહ્યો છે.
અમદાવાદઃ કોરોનાએ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વારંવાર કોરોનાના દર્દીઓમાં એન્ટીબોડીની વાત થાય છે. ત્યારે કોરોના બાદ એન્ટીબોડી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાના તબીબોએ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. કોરોનાના એક પણ લક્ષણ સાથે પોઝિટિવ થયેલા દર્દીઓમાં એન્ટીબોડી ડેવલપ થતી હોવાનો દાવો સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા કરાઈ રહ્યો છે.
તેમનો દાવો છે કે, કોરોનામાં માત્ર તાવ આવવાથી એન્ટીબોડી ડેવલપ થવાની વાત ભ્રામક છે. 28 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે, જે ઓછામાં ઓછા ત્રણ માસ સુધી રહે છે. છ માસ બાદ શરીરમાં એન્ટીબોડી ઓછી થાય છે, પણ સક્રિય રહે છે. એક વખત કોરોના સંક્રમિત દર્દી એક વર્ષ બાદ પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે તો ફરી કોરોના થવાની શક્યતાઓ ખુબ ઓછી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion