શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોંગ્રેસમાં કકળાટ વચ્ચે આવ્યા મોટા સમાચારઃ કોંગ્રેસના ધારાસભ્યોમાં પડ્યા બે ફાંટા
અમદાવાદ કોંગ્રેસના ધરાસભ્યોમાં બે ફાંટા પડી ગયા છે. બે ધારાસભ્યો AMC વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની માગ કરે છે, જ્યારે બે ધારાસભ્યો દિનેશ શર્માને સમર્થન કરી રહ્યા છે.
અમદાવાદઃ શહેર કોંગ્રેસમાં કકળાટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કોંગ્રેસના ધરાસભ્યોમાં બે ફાંટા પડી ગયા છે. બે ધારાસભ્યો AMC વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની માગ કરે છે, જ્યારે બે ધારાસભ્યો દિનેશ શર્માને સમર્થન કરી રહ્યા છે. રાજીવ સાતવને દિનેશ શર્માના સમર્થનમાં પત્ર લખ્યો છે.
ગઈકાલે કોંગ્રેસના એક જુથની ખાનગી બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા, જીતુ પટેલ, રાજકુમાર ગુપ્તા, પંકજ શાહ, ચેતન રાવલ, સુરેન્દ્ર બક્ષી અને તૌસિફખાન પઠાણ બેઠકમાં હાજર હતા. દિનેશ શર્માના સમર્થનમાં બેઠક યોજાઈ હતી. નોંધનીય છે કે, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર AMC નેતા વિપક્ષ બદલવાની માંગ કરી રહ્યા છે.
સમગ્ર મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદીન શેખ અને હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર સામસામે આવી ગયા છે. સમગ્ર મામલે હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર વિરુદ્ધ પ્રભારીને ફરિયાદ કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement