Ahmedabad : કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ચિંતાજનક સમાચાર, તબીબોએ શું વ્યક્ત કરી આશંકા?
સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના તબીબોએ વાયરસનું સેમ્પલ પુના લેબોરેટરી (Puna Lab)માં મોકલ્યું છે. વાયરસના બદલાતા સ્ટ્રેન (Corona new strain) ના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત થતા હોવાનો તબીબોનો મત છે.
અમદાવાદઃ કોરોના(Corona)ના વધતા સંક્રમણ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાયરસે પોતાનું સ્વરૂપ બદલ્યું હોવાની તબીબોને આશંકા છે. ઝડપથી ફેલાઈ રહેલા વાયરસના પગલે તબીબોએ આશંકા વ્યક્ત કરી છે. સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના તબીબોએ વાયરસનું સેમ્પલ પુના લેબોરેટરી (Puna Lab)માં મોકલ્યું છે. વાયરસના બદલાતા સ્ટ્રેન (Corona new strain) ના કારણે ઝડપથી નાગરિકો સંક્રમિત થતા હોવાનો તબીબોનો મત છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2270 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1605 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,84,846 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 11 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 11528 પર પહોંચ્યા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 2, સુરત કોર્પોરેશન(SMC)માં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4492 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1605 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,84,846 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 611, અમદાવાદ કોર્પોરેશનમાં 607, વડોદરા કોર્પોરેશનમાં 202 , સુરત 164, રાજકોટ કોર્પોરેશનમાં 159, રાજકોટ 38, વડોદરા 30, ભાવનગર કોર્પોરેશન-28, મહેસાણા 26, અમરેલી 24, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 23, પાટણ 23, દાહોદ 22, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, ગાંધીનગર 19, પંચમહાલ 19, આણંદ 17, નર્મદા 17, ભરૂચ 16, જામનગર 15, વલસાડ 13, મોરબી 12, નવસારી 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 10-10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 45,66,141 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,222 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,36,737 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.