શોધખોળ કરો
અમદાવાદઃ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગયેલી યુવતી સાથે PSIએ કરી અશ્લીલ હરકત, બળજબરી કરીને.......
સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા આર.આર. મિશ્રા જે તે સમયે વાડજના પીએસઆઇ હતા, ત્યારે એક યુવતી પોતાના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવા માટે વાડજ પોલીસ સ્ટેશન ખાતે આવી ગઈ હતી. આ સમયે PSI મિશ્રાએ યુવતીનો મોબાઇલ નંબર લીધો હતો.
અમદાવાદઃ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગયેલી યુવતી સાથે પીએસઆઇએ બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીએ પોલીસે ફરિયાદ કરતાં ક્રાઇમબ્રાન્ચે પીએસઆઇની ધરપકડ કરી છે. હાલ, આ પોલીસ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવે છે.
આ અંગેની વિગતો એવી છે કે, સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા આર.આર. મિશ્રા જે તે સમયે વાડજના પીએસઆઇ હતા, ત્યારે એક યુવતી પોતાના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવા માટે વાડજ પોલીસ સ્ટેશન ખાતે આવી ગઈ હતી. આ સમયે PSI મિશ્રાએ યુવતીનો મોબાઇલ નંબર લીધો હતો.
આ પછી PSI મિશ્રા યુવતીને વારંવાર વોટ્સએપ કોલ કરી પૂછપરછ માટે બોલાવતો હતો. એટલું જ નહીં, યુવતીની એકલાતો લાભ લઈ પીએસઆઈએ ફરીયાદી પર બળજબરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતીની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાન્ચે આર આર મીશ્રાની ઘરપકડ કરી છે. ફરીયાદી પર દુષ્કર્મના પ્રયાસના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement