શોધખોળ કરો

Crime: સ્કૂલમાં 5માં ધોરણની વિદ્યાર્થિનીને કરાટે શિક્ષકે ન્યૂડ વીડિયો બતાવ્યો, વાલીને ખબર પડી જતાં જ થયો હોબાળો....

અમદાવાદમાથી વધુ એક મોટો છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં આ ઘટના ઘટી છે

Ahmedabad Crime News: અમદાવાદમાંથી વધુ એકવાર હવસનો પૂજારી શિક્ષક ઝડપાયો છે, સમાચાર મળી રહ્યાં છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કરાટે શિક્ષકે ધોરણ પાંચમા ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવીને અડપલાં અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાતને લઇને વિદ્યાર્થિનીના વાલીએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને કરાટે શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, પોલીસે હાલ કરાટે શિક્ષકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. 

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાથી વધુ એક મોટો છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, શહેરમાં વસ્ત્રાલમાં આવેલી એકલવ્ય સ્કૂલમાં આ ઘટના ઘટી છે, અહીં એક કરાટે શિક્ષક જેનુ નામ આર્ય દુબે છે, તેને સ્કૂલમાં જ પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને ન્યૂડ વીડિયો બતાવ્યો છે. શિક્ષકની દાનત વિદ્યાર્થિનીની પર બગડી અને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આખો મામલો પ્રકાશમાં આવી જતાં વિદ્યાર્થિનીના માતા પિતાએ હવસના પૂજારી શિક્ષક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાસ વાત છે કે, એકલવ્ય સ્કૂલની આ પાંચમા ધોરણની વિદ્યાર્થિનીએ આ વાતની જાણ તેના ઘરે કરતાં વાલીએ સ્કૂલમાં જઇને હોબાળો મચાવ્યો હતો, અને વાલીએ તાત્કાલિક પગલાં ભરતાં કરાટે શિક્ષક વિરૂદ્ધ રામોલ પોલીસ મથકે શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે કરાટે શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.

જંબુસરમાં બની હૃદય કંપાવી દેતી ઘટના,બંને બહેનોને નશાકારક ઇંજેકશન આપી આચર્યું દુષ્કર્મ

ભરૂચના જંબુસરમાં ચૌંકાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 દિવસ  પહેલા 4 યુવકોએ મળીને બંને બહેનોના અપહરણનો પ્લાન કર્યો અને બંને બહેનોને ઇકો કારમાં બેસાડીને તેમને ફાર્મ હાઉસ લઇ ગયા હતા. આ સાથે તેમણે નશાકારક ઇંજેકશન પણ સાથે લીધા હતા. બાદ બંને યુવતીઓને નશાકારક ઇંજેકશન આપ્યાં હતા અને તેમના પર દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહી આરોપીએ તેમનો વીડિયો પણ બનાવ્યાની ફરિયાદ નોંઘાઇ છે. સમગ્ર ઘટનામાં પોલીસે  4 આરોપી વિરોધ ફરિયાદ નોંધી છે.જેમાં બે આરોપી યાસીન અને નઈમ નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.      

પાલનપુરના ગઢ પંથકમાં અપહરણ બાદ  દુષ્કર્મ

પાલનપુરના ગઢ પંથકમાં પણ શરમજનક ઘટના બની છે. અહી કેટરર્સમાં ભોજન પીરસવા જતી સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. કાર ચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંઘાઇ છે.સગીરાની માતાએ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. આરોપી સગીરાનું અપહરણ કરીને તેમને અમદાવાદ, મોરબી, જૂનાગઢ લઈ ગયો હતો અને તેમના પર  દુષ્કર્મ આચર્યું હતું.                                  

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

મોરબીમાં પણ એક આવી જ શરમજનક ઘટના ઘટી છે. અહીં 9 વર્ષના બાળક સાથે  સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ બાદ પોલીસે  ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડીને સઘન પુછપરછ હાથ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget