શોધખોળ કરો
અમદાવાદ ગુજરાતનું જ નહીં પણ દેશનું પણ કોરોના એપીસેન્ટર, જાણો કોરોનાના કેસોમાં ક્યા શહેર પછી છે બીજા નંબરે ?
દેશમાં એક જ જિલ્લામાં કોરોના વાયરસના ચેપના 1000 કરતાં વધુ કેસ નોંધાયા હોય એવાં માત્ર બે જ શહેરો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં કોરોનાના સૌથી મોટા હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. દેશમાં એક જ જિલ્લામાં કોરોના વાયરસના ચેપના 1000 કરતાં વધુ કેસ નોંધાયા હોય એવાં માત્ર બે જ શહેરો છે. આ શહેરોમાં પહેલા સ્થાને મુંબઈ છે જ્યારે અમદાવાદ બીજા સ્થાને છે. દેશમાં મુંબઇમાં સૌથી વધુ 2268 કોરોના વાયરસના ચેપના કેસ નોંધાયા હતા. અમદાવાદમાં રવિવારે કોરોનાના નવા 239 કેસ ઉમેરાયા હતા જ્યારે સોમવારે 91 કેસ ઉમેરાયા હતા. આમ અમદાવાદમાં હવે કુલ 1192 કેસ થયા છે. આમ ગુજરાતમાં અમદાવાદ કોરોના મામલે 'એપિસેન્ટર' બની ગયું છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસના 60 ટકા માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે.
વધુ વાંચો





















