(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદનો 'લિટલ રામાનુજન' : માત્ર 6 વર્ષનો જૈનીલ કોઈ પણ દેશના ફ્લેગ જોઇને કહી દે છે દેશનું નામ, ચપટી વગાડતાં ગણિતના દાખલા કરી દે છે સોલ્વ
આ 6 વર્ષીય બાળકનું નામ છે જૈનીલ. જે માત્ર છ વર્ષની ઉંમરમાં જ કોઈ પણ દેશના ફ્લેગ જોઇને તે દેશનું નામ જણાવી દે છે. એટલું જ નહીં, ધોરણ 10ના સિલેબસના દાખલા તો ચપટી વગાડતાં સોલ્વ કરી દે છે.
અમદાવાદઃ આજે અમે તમને અમદાવાદના લિટલ રામાનુજનને મળાવવા જઈ રહ્યા છે. આ 6 વર્ષીય બાળકનું નામ છે જૈનીલ. જે માત્ર છ વર્ષની ઉંમરમાં જ કોઈ પણ દેશના ફ્લેગ જોઇને તે દેશનું નામ જણાવી દે છે. એટલું જ નહીં, ધોરણ 10ના સિલેબસના દાખલા તો ચપટી વગાડતાં સોલ્વ કરી દે છે. બાળકની ગણિતની અને અન્ય વિષય શીખવાની રુચિ જોઈ કોઈ પણ પ્રભાવિત થાય છે.
બાળકનું બાળપણ કોરી સ્ટેલ છે, તેના પર ઘુંટો તે ઘુંટાય સારા પાસા કે ખરાબ બાળપણમાં જ બાળકને શીખવો તે બાળક શીખે. એક બાળક કે જે ૬ વર્ષની ઉમંરમા ફટાફટ ૧૦મા ધોરણના દાખલા ગણી નાખે છે. ૪૧ દેશના ધ્વજ જોઈ તેનુ નામ બોલી દે છે, જે દાખલો ગણતા સામાન્ય લોકોને કેલક્યુલેટરની જરૂર પડે તેવા દાખલા આંગળીના ટેરવે ગણી દે છે.
વાસ્ત્રાપુરના મંત્રા એપાર્ટમેન્ટમા રહેતા પટેલ પરિવારનો દિકરો જૈનીલ કે જે માત્ર ૬ વર્ષનો જ છે, પણ તેની પ્રતિભા ૧૬ વર્ષના છોકરાને પાછળ પાડે તેવી છે. કારણ કે નાનપણથી જ જૈનિલ તેના પિતા અને માતાને અને પ્રશ્ન પુછતો અને તેના માતા પિતા પણ ચીડાયા વગર જૈનિલના તમામ પ્રશ્નોનો સહજતાથી જ જવાબ આપતા તેનુ જ પરિણામ આ ૬ વર્ષનો બાળક કડકડાટ દાખલા ગણે છે. દેશના ફ્લેગ જોઈ દેશના નામ બોલે છે. ૩ અંક વાળા ભાગાકાર, ગુણાકાર કે વત્તા કારના દાખલા આગળીના ટેરવે ગણી દે છે, જે દાખલા ૧૦મા ધોરણમા આવે છે તે દાખલા જૈનિલ અત્યારે કેલક્યુલેટરની મદદ વગર ગણી દે છે.
જૈનિલના પિતાનુ કહેવુ છે કે બાળપણમા જૈનિલ સમજણો થયો ત્યારથી તે કોઈપણ બાબત તેને ન સમજાય એ પ્રશ્નો પુછ પુછ કરતો. ગણીતમાં તેને વધારે રસ હતો અને ત્યારે થયુ કે મારો બાળક અન્ય બાળકો કરતા જુદો છે ત્યારથી જ નક્કિ કર્યુ હતુ કે જૈનિલને ગણીત શીખવીશ. પછી શું જૈનિલનું મગજ એટલુ તેજ છે કે એક વાર તેને સમજાવો તે વાત ને ધ્યાને રાખી તે દાખલા ગણવા લાગે, વળી તેના પિતા એએમસીની શાળામા શીક્ષક તરીકે ફરજ બજાવે છે અને અને રોજનો એક કલાક જૈનિલને ભણાવે છે. જૈનિલના પિતાની ઇચ્છા છે કે તે ગણિતમા જ આગળ વધે અને એમનુ નામ રોશન કરે.
જૈનિલ પોતે ડોક્ટર બનવા માગે છે. જૈનિલ સાથે વાત કરતા એમ લાગે જાણે કોઈ મોટા વડિલ સાથે વાત કરતા હોય વાત કરવાની તેની કળા ભણવાની રૂચી અને તીક્ષ્ણ મગજ તેને અન્ય બાળકો કરતા અલગ કરી દે છે. માટે જ તેના પરિવારએ તેનુ નામ લિટલ રામાનુજન પાડ્યુ છે કે જે એક અર્થશાસ્ત્રી હતા તેથી તેને પરિવાર લિટલ રામાનુજન કહિનેજ બોલાવે છે.