શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કાર કે રીક્ષામાં ડ્રાઈવર એકલો હશે તો પણ પહેરવું પડશે માસ્ક, નહીં તો પોલીસ વસૂલશે દંડ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરફથી બહાર પડાયેલી સ્પષ્ટતાનો આ પત્રમાં સ્પષ્ટ લખેલું છે કે કારમાં એક વ્યક્તિ સવાર હશે તો પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.
અમદાવાદ: શહેરમાં કાર ચાલકોના માસ્ક પહેરવા અંગે શહેર પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરતો પત્ર બહાર પાડ્યો છે. જેના અનુસાર અમદાવાદ શહેરમાં શહેરમાં કારચાલકો એકલા હશે તો પણ માસ્ક પહેરવું પડશે. અત્યાર સુધી એવું હતું કે એક વ્યક્તિ કારમાં સવાર હોય તો માસ્ક આવશ્યક નહીં. પરંતુ આરોગ્યમંત્રાલય તરફથી મળેલી સૂચના મુજબ ગૃહ મંત્રાલયના નિર્દેશથી અમદાવાદ પોલીસે આ સ્પષ્ટતાનો વિસ્તૃત પત્ર બહાર પાડ્યો છે. જેના પગલે
રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોના ચાલકો અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરફથી બહાર પડાયેલી સ્પષ્ટતાનો આ પત્રમાં સ્પષ્ટ લખેલું છે કે કારમાં એક વ્યક્તિ સવાર હશે તો પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. એટલે કે જો માલિક કે ડ્રાઈવર એકલા જ કારમાં જતાં હશે અને માસ્ક ન પહેર્યો હોય તો પોલીસ દંડ વસૂલશે. સ્વભાવિક રીતે આ પ્રકારના જ નિયમોનો અમલ અન્ય શહેરોમાં પણ થશે. જો કે, અન્ય શહેરોની પોલીસ તરફથી આવી સ્પષ્ટતા આવી હોય તેવા કોઈ અહેવાલ નથી.
રાજ્યના ગૃહ વિભાગે જાહેરસ્થળો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. ત્યારે ફોર વ્હીલરમાં મુસાફરી દરમિયાન વાહનમાં એક વ્યક્તિ હોય તો પણ તેણે માસ્ક ફરજિયાત પહેરવું પડશે. માસ્ક નહીં પહેર્યું હોય તો તેની પાસેથી પોલીસ દંડ વસૂલશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement