Ahmedabad News: અમદાવાદમાં મણિનગરમાં હેબ્રોન ફ્લેટ્સમાં સિલિન્ડર બ્લાસ્ટ, બે મકાનને નુકસાન
Ahmedabad News: સિલિન્ડર બ્લાસ્ટના કારણે મકાનમાં આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી

Ahmedabad News: શહેરના મણિનગર વિસ્તારમાં એક ફ્લેટમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. સિલિન્ડર બ્લાસ્ટના કારણે મકાનમાં આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી. એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

મળતી જાણકારી અનુસાર, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન ફ્લેટ્સમાં સવારે આગ લાગી હતી. અજય ડેનિયલ પાણી ગરમ કરવા માટે ગયા હતા ત્યારે ગેસ લીક હોવાના કારણે આગ લાગી ગઇ હતી. આગના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઘરનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો. જો કે આ ઘટનામાં અજય ડેનિયલને ઇજા પહોંચી હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડર ફાટતાની સાથે જ બીજા ફ્લેટને પણ નુકસાન થયું છે. ઘરમાં આગ લાગી ત્યારે ત્રણ સભ્યો રહેતા હતા પરંતુ સદનસીબ કોઈ જાનહાનિ થઇ નથી.





















