શોધખોળ કરો

Gujarat: આજથી માલધારીઓનું આંદોલન, નવી ઢોર નિયંત્રણ પોલિસીનો કરશે વિરોધ

Gujarat: અમદાવાદ મહાનગરપાલિકાએ પણ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે.

Gujarat:  આજથી માલધારી સમાજ સરકાર સામે આંદોલન કરશે. અમદાવાદના બાપુનગરમાં મોટી સંખ્યામાં માલધારીઓ એકઠા થશે અને રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો વિરોધ કરશે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે. નોંધણી વગરના પશુઓની નોંધણી કરાવવા નોટિસ જાહેર કરવામાં આવી છે. આગામી સપ્તાહથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડી માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ એક વીડિયો શેર કરી આ જાહેરાત કરી હતી. માલધારી એકતા સમિતિએ આંદોલનની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું હતું. તેમણે કહ્યું કે, માલધારી સમાજની લડત ચાલુ થવાની છે તેમાં આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.

અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકઠા થશે. રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.

થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં વૃદ્ધને હાર્ટ અટેક આવતા વિવાદ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. નોંધનીય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ મનપાએ તપાસ શરૂ કરી હતી.

આ મામલે અમદાવાદ મનપાની ઓફિસનો માલધારી સમાજે ઘેરાવ કર્યો હતો. માલધારી સમાજના લોકો અમદાવાદ કોર્પોરેશન પહોંચ્યા હતા. માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ એએમસીએ દાવો કર્યો હતો કે મૃતકને હ્યદયની સમસ્યા હોવાના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Embed widget