Ahmedabad: અમદાવાદમાં ચોરો બેફામ, સરદારનગરમાં એક મકાનમાંથી 5.70 લાખની ચોરી કરી ચોરો ફરાર
ગઇરાત્રે અમદાવાદના સરદારનગરમાં એક ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં પાંચ લાખથી વધુની ચોરી કરીને ચોરો ફરાર થઇ ગઇ હતા
Ahmedabad News: અમદાવાદમાં ચોરી ગેન્ગનો ત્રાસ ફરી એકવાર જોવા મળી રહ્યો છે, શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં રાત્રિના સમયે તસ્કરો આતંક મચાવી રહ્યાં છે. ઠંડીના માહોલમાં રાત્રિના સમયે તકનો લાભ લઇને ચોરો મોટી મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે, હાલમાં જ અમદાવાદના સરદારનગરમાં એક મોટી પાંચ લાખથી વધુની ચોરીની ઘટના સામે આવી છે. આ અંગે હાલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી પ્રમાણે, ગઇરાત્રે અમદાવાદના સરદારનગરમાં એક ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં પાંચ લાખથી વધુની ચોરી કરીને ચોરો ફરાર થઇ ગઇ હતા. સરદારનગર વિસ્તારમાં આવેલી સિન્ધી કોલોનીના એક મકાનમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો, રાત્રિના સમયે તસ્કરોએ ઘરની ઉપર રહેલી ટેરેસ પરની જાળીનો તોડી હતી અને બાદમાં ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ 5 લાખ 70 હજારની ચોરી કરી હતી, આમાં 3 લાખની રોકડ રકમ સહિત 7 સોનાના બિસ્કીટની પણ ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયા હતા. હાલમાં આ ચોરીની ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પરિવાર લગ્નમાં ગયો ત્યારે જ ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા, ઘરમાંથી દોઢ લાખના દાગીના ઉઠાવી ફરાર
ગુજરાતમાં ચોરી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાત વલસાડમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, અહીં એક પરિવાર બહાર ગયો હોવાની જાણ ચોરને થતાં, તેમના ઘરમાંથી દોઢ લાખથી વધુના દાગીનાની ઉઠાંતરી કરી હતી. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, વલસાડમાં એક પરિવાર બહાર ગયો હોવાનો પુરેપુરો ફાયદો ચોર ટોળકી ઉઠાવ્યો છે. અહીં શહેરના ભાગડાવાડા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ રહેતા માતા અને દીકરી બહાર લગ્નમાં ગયા હતા, આ તકનો લાભ ચોર ટોળકીએ ઉઠાવ્યો છે. ધોળે દિવસે ચોરે ફ્લેટનો તાળુ તોડીને ઘરમાંથી અંદાજિત દોઢ લાખથી વધુની મતાની ચોરી કરી છે. જ્યારે માતા -દીકરી લગ્નમાંથી ઘરે પરત ફર્યા તો તેમને ઘરમાં સામન વેરવિખેર થયેલો જોયો હતો. ચોર ટોળકીએ ઘરમાંથી કબાટની તિજોરીમાં મુકેલું સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, વીંટી, બંગડી, સોનાનું પેન્ડલ, કાનની બુટ્ટી, ચાંદીના ઘરેણાં એમ કુલ મળીને 15 તોલા સોના અને ચાંદીના ઘરેણાં સાથે 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આમાં કુલ 1.52 લાખની મત્તા તસ્કરો ઘરમાંથી તડફાવી ગયા હતા. હાલમાં આ ઘટના અંગે સીટી પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઇ છે.
નવસારીમાં વિચિત્ર ચોરી, જ્વેલર્સની દુકાનમાંથી એક લાખ ઉઠાવ્યા બાદ ચોરો સીસીટીવી અને ડીવીઆર પણ લઇ ગ્યાં.....
નવસારીમાં ચોર ટોળકીનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે, નવસારીમાં ગઇ રાત્રે એક જ્વેલર્સની દુકાનમાંથી એક લાખથી વધુની ચોરીની ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. શહેરના એરુ રૉડ પર આવેલી પ્રગતિ જ્વેલર્સમાંથી ચાર-પાંચ ચોરે એક લાખથી વધુની મતાની ચોરી કરી હતી, હાલ પોલીસ આ ઘટનાને લઇને તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, શિયાળો જામ્યો છે, રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે, અને આ ઠંડીની સિઝનમાં હવે ફરી એકવાર ચોર ટોળકી સક્રિય થઇ રહી છે. હાલમાં જ નવસારી શહેરમાંથી સોના-ચાંદીની દુકાનમાંથી એક લાખથી વધુની ચોરી થઇ હોવાની ઘટના ઘટી છે. નવસારી શહેરમાં એરુ નજીક આવેલા ચાર રસ્તા પાસે આવેલી પ્રગતિ જ્વેલર્સમાં આ ઘટના ઘટી છે, રાત્રિના સમયે પ્રગતિ જ્વેલર્સનું શટર તોડીને ચારથી પાંચ ચોર દુકાનમાં ઘૂસ્યા હતા, આ ચોર ટોળકીએ દુકાનમાંથી એક લાખના માલની ઉઠાંતરીની સાથે સાથે દુકાનમાં રાખેલા સીસીટીવી અને ડીવીઆરને પણ લઇને ફરાર થઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. અવારનવાર થતી આવી ચોરીથી પોલીસ પેટ્રૉલિંગની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. હાલમાં આ ઘટનાને લઇને શહેરની જલાલપોર પોલીસે તપાસ શરૂ કરી છે.