Ganeshotsav 2022 : અમદાવાદ પોલીસ કમિશ્નરે મૂર્તિની સ્થાપના અને વિસર્જન અંગે બહાર પાડ્યું જાહેરનામું, જાણી લો આ પ્રતિબંધો
Ahmedabad News : આ પ્રતિબંધની અમલવારીનો સમયગાળો તા.17-08-2022થી તા.15-09-2022 સુધી 30 દિવસ માટે અમલમાં રહેશે.
Ahmedabad : આગામી દિવસોમાં શરૂ થતા ગણેશોત્સવ 2022 અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે મૂર્તિની સ્થાપના અને વિસર્જન સુધી પ્રતિબંધો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં ઉત્સવ સંબંધી 8 જેટલા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે, જે આ મુજબ છે -
1) શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉંચાઇની ન હોવી જોઈએ, 9 ફુટ કરતા વધારે ઉંચાઈની મૂર્તિ વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ.
2) શ્રી ગણેશજીની POPની મૂર્તિઓ અને બેઠક સહિતની 5 ફુટ થી વધારે ઉંચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ.
3) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે. તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રૉડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા વધેલી તથા ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ.
4) મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ.
5) કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હ કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર પ્રતિબંધ.
6) પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ.
7) પરમીટમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય સ્થળ ઉપર વિસર્જન કરવા પર પ્રતિબંધ.
8) A.M.C. દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડો સિવાયના જળ સ્ત્રોતોમાં વિસર્જન કરવા ઉપર. તમામ માટી તથા પી.ઓ.પી.ની મૂર્તિઓનું વિસર્જન A.M.Cદ્વારા બનાવેલ કૃત્રિમ કુંડોમાં કરવાનું રહેશે.
આ સાથે તમામ નાગરિકોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોવીડ-19 ની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.તેમજ ફરજીયાત માસ્ક પહેરવાનુ રહેશે. અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે.
આ પ્રતિબંધની અમલવારીનો સમયગાળો તા.17-08-2022થી તા.15-09-2022 સુધી 30 દિવસ માટે અમલમાં રહેશે.
આ પણ વાંચો :
Lumpy Virus : ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર, આજે 2517 પશુઓ સંક્રમિત, 110 પશુઓના મોત