શોધખોળ કરો

Lumpy Virus : ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર, આજે 2517 પશુઓ સંક્રમિત, 110 પશુઓના મોત

Lumpy virus in Gujarat : આજે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1041 પશુઓ સંક્રમિત થયા છે અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ 32 પશુઓના મોત થયા છે.

Lumpy skin disease : ગુજરાતમાં પશુઓ માટે જીવલેણ લમ્પી વાયરસનો જાહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. આજે 15 ઓગષ્ટે રાજ્યમાં   2517 પશુઓ સંક્રમિત થયા છે અને રાજ્યભરમાં  110 પશુઓના મોત થયા છે. સરકારી આંકડાઓ અનુસાર  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,355 પશુઓ સંક્રમિત થયા છે અને અત્યાર સુધીમાં 3510 પશુઓના મોત થયા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 1041 પશુઓ સંક્રમિત થયા છે અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ 32 પશુઓના મોત થયા છે. 

રસીકરણની કામગીરી અંતર્ગત આજે રાજ્યભરમાં 120733 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,04,45,597 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

રાજ્યમાં કુલ 24 જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાયો છે, જેમાંથી આજે 10 જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યુ થયુ નથી અને 4 જિલ્લાઓ એવા છે, જ્યાં એક પણ પશુ સંક્રમિત થયું નથી. આજની તારીખે રાજ્યના કુલ 95 ગામોમાં લમ્પી વાયરસથી અસરગ્રસ્ત  છે. 

રાજકોટમાં ફેક્ટરી માલિકના પુત્રનું અપહરણ કરી 15 કરોડની ખંડણી માંગી 
રાજકોટના શાપર વેરાવળની ફેકટરી માલિકના પુત્ર અદનાન તેલવાલાનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અદનાનનું અપહરણ કરી પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી ફેક્ટરી માલિક પાસેથી 15 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જો રૂપિયા નહિ આપો તો પુત્ર અદનાનને જાનથી મારી નાખવાની ધમકી અપહરણકારોએ આપી હતી. આ અપહરણ કાંડમાં 4 શખ્સો સામેલ હતા.

જો કે આ અપહરણકારોના બદઈરાદા ફાવ્યા નહોતા. અપહરની ઘટના બાદ ફેક્ટરી માલિકે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે અદનાનને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેવા અપહરણકારો અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા ત્યાં જ SP હિમકર સિંહની ટીમે આરોપીઓને ઝડપી અદનાનને છોડાવી લીધો હતો. આ ઓપરેશનને પાર પાડવામાં અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ, રાજુલા પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાવરકુંડલા રાજુલા હાઇવે ઉપરથી તમામ લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ અપહરણ કરતા ઇસમોને રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : 

SURAT : રાજસ્થાનના CM  અશોક ગેહલોત આવતીકાલે સુરતમાં, કોંગ્રેસ આગેવાનો સાથે કરશે મહત્વની બેઠક 

Gujarat Rains : તાપી જિલ્લામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચારMann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતીJunagadh Lion : જૂનાગાઢમાં સિંહે કર્યું પશુનું મારણ, વીડિયો આવ્યો સામેAhmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget