Ahmedabad : અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં યુવકે બાઇક નાંખ્યું, ડૂબી જતાં થયું મોત
અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં બાઇક લઈને પસાર થવા જતાં યુવક પાણીમાં ડૂબી ગયો હતો. ફાયર વિભાગની ટીમ 15 મિનિટમાં પહોંચી અને યુવકનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો.
અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં એક યુવકનું મોત નીપજ્યું છે. અંડરપાસમાં પાણી ભરેલું હોવા છતાં બાઇક લઈને પસાર થવા જતાં યુવક પાણીમાં ડૂબી ગયો હતો. ફાયર વિભાગની ટીમ 15 મિનિટમાં પહોંચી અને યુવકનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો. યુવકનું રેસ્ક્યુ કર્યું ત્યારે યુવક બેભાન હતો. રેલવે ફાટક આગળ રહેતા દલિત યુવક કાંતિભાઈનું મોત થયું છે.
જોકે, યુવક હોસ્પિટલના દરવાજે પહોંચતા તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. અંદાજે 15 થી 17 મીનિટ જેટલ સમય અંડરપાસમાં રહ્યા બાદ તેનું રેસ્ક્યુ કરાયું હતું. નોકરી પર જઈ રહ્યા હતા રાહદારી ત્યારે ઘટના બની હતી. યુવકે અન્ડરપાસમાં પાણી હોવા છતાં વાહન લઈને પ્રવેશ કર્યો હતો. વાહનમાં પાણી ભરાતા વાહન બંધ થયું હતું. વાહન પાછળ લઈ જતા સંતુલન ગુમાવ્યું અને યુવક પાણીમાં પડ્યો હતો.
અમદાવાદમાં આજ સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. માત્ર 10 મિનિટના વરસાદમાં શહેરના રામદેવ નગરમાં પાણી ભરાયા હતા. સ્થાનિકો પાણી ભરવવાના કારણે પરેશાન થઈ રહ્યા છે. AMCની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રામદેવનગરના સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં પાણી ભરાયા છે. થોડા વરસાદમાં જ પાણી ભરાયા હતા. સત્યાગ્રહ છાવણીમાં ઘૂટણસમા પાણી ભરાયા છે. શેહરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે , સાયંસ સિટી, થલતેજ, વસ્ત્રાપુર , રાયપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
રાજયમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા જોઇએ તો મહેસાણા અને કડી માં સવાર ના 8 થી 10 બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠાના પોશીનામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના પોશીનામાં 2.36 ઈંચ વરસાદ પડ્યો હતો.
મહેસાણામાં 1.92 ઈંચ વરસાદ પડ્યો હતો. મહેસાણાના કડીમાં 1.81 ઈંચ વરસાદ પડ્યો હતો. મોરબીના હળવડમાં 1.45 ઈંચ વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠામાં ડીસા તાલુકાના બુરાલ ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે. ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બુરાલ ગામના જગમલભાઈ પટેલમાં મજૂર કામ કરતો હતો. ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે.
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ડીસા, ક્વાંટમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ૪૦ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો હતો. સોમવારે બનાસકાંઠા, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મહેસાણાના ખેરાલુમા વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ખેરાલુ. વૃંદાવન ચોકડી , ડાવોલ, મુબારકપરા સહિત તાલુકાના તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે.