Ahmedabad Rain: અમદાવાદ એસજી હાઇવે, પ્રહલાદનગર-ઇસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ, આજે ભારે વરસાદની છે આગાહી
Ahmedabad Rain News: શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે.

Ahmedabad Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રા બાદ ઉત્તર ગુજરાત અને અમદવાદ-ગાંધીનગરમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બપોર બાદ સાંજે વરસાદ શરૂ થયો છે, પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોર બાદ સાંજે વરસાદ શરૂ થયો છે, શહેરમાં ઉકળાટ બાદ રાહત મળી છે, સાંજે અમદાવાદ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા છે, એસજી હાઇવે, ઇસ્કોન, પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો છે, આ ઉપરાંત ગોતા, સોલા વિસ્તાર, માનસી સર્કલ, જોધપુર ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
હવામાન વિભાગની 22 જૂનની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 જૂનને રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય તાપી, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 20 થી 26 જૂન દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 22 થી 24 જૂન દરમિયાન ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે.





















