શોધખોળ કરો

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 10 નિર્દોષ લોકોના મોત બાદ પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદના રામોલ ગેરકાયદે ફટાકડા બ્લાસ્ટમાં ૧૦ના મૃત્યુ, SIT રચાઈ.
  • પોલીસ અધિકારીઓ દ્વારા SIT બ્લાસ્ટની તપાસનું સુપરવિઝન કરશે.
  • અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ સીલ, ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ.

અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 10 નિર્દોષ લોકોના મોત બાદ પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. બીજી તરફ બ્લાસ્ટ બાદ પ્રશાસને આસપાસ ધમધમતી અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી કરીને તેને સીલ કરી દીધી છે.

પોલીસ અધિકારીઓને સામેલ કરી SITની રચના

બ્લાસ્ટની તપાસ માટે રચાયેલી SITમાં રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરી, એસ ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ અને ઝોન-8ના ડીસીપી મયુર પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર તપાસનું સુપરવિઝન સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડ કરશે. નોંધનીય બાબત એ છે કે SITમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કલેક્ટર કચેરી અથવા ઇલેક્ટ્રિકલ વિભાગના કોઈપણ અધિકારીને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા નથી. આ વિભાગોને માત્ર જરૂરી સંકલન અને માહિતી પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ચાર ફટાકડા ફેક્ટરી સીલ

બ્લાસ્ટની ઘટના બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. રામોલ અને આસપાસના વિસ્તારમાં ચાલતી અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ પર તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે. જે ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે તેમાં કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી (વસ્ત્રાલ), મોહસિનખાન સિદ્દીકખાન પઠાણ (રામોલ), જીશાનુદ્દીન ઝહીરુદ્દીન સૈયદ (નારોલ) અને કમરૂદ્દીન બદરૂદ્દીન સૈયદની કિંગ ફાયર વર્ક્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં મુખ્ય આરોપી મેહુલ ઝડપાયો, ત્રણની ધરપકડ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા

લાયસન્સની મર્યાદા પૂર્ણ અને નિયમોના ભંગ બદલ કાર્યવાહી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક ફેક્ટરીમાં જરૂરી સ્ટ્રક્ચરલ વ્યવસ્થા વિના ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હતું, જ્યારે અન્ય કેટલીક ફેક્ટરીઓ પાસે રહેલા એક્સપ્લોઝિવ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી. આ કારણોસર સંબંધિત ફેક્ટરીઓને સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે SIT બ્લાસ્ટ પાછળના કારણો, ગેરકાયદે રીતે ફેક્ટરી ચલાવવા માટે જવાબદાર વ્યક્તિઓ તેમજ સંબંધિત વિભાગોની સંભવિત બેદરકારી સહિતના તમામ પાસાઓની તપાસ કરશે. સમગ્ર ઘટનામાં કોઈપણ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ અને આગની ઘટનામાં મૃત્યુઆંક હવે વધીને 10 પર પહોંચી ગયો છે. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા વધુ એક 45 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત થતાં દુર્ઘટના વધુ કરુણ બની છે. બીજી તરફ, ગેરકાયદે ફેક્ટરી ચલાવવાના મામલે પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Frequently Asked Questions

અમદાવાદના રામોલ વિસ્તારમાં બ્લાસ્ટની ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે?

અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ગંભીર રીતે દાઝેલા એક 45 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રામોલ બ્લાસ્ટની તપાસ માટે કઈ ટીમની રચના કરવામાં આવી છે?

આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. તેમાં પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

રામોલ બ્લાસ્ટ બાદ પ્રશાસને અન્ય કેટલી ફટાકડા ફેક્ટરીઓ સીલ કરી છે?

બ્લાસ્ટની ઘટના બાદ પ્રશાસને રામોલ અને આસપાસના વિસ્તારમાં ચાલતી અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ સીલ કરી છે. આ કાર્યવાહી લાયસન્સની મર્યાદા પૂર્ણ થવા કે નિયમોના ભંગ બદલ કરવામાં આવી છે.

રામોલની ગેરકાયદે ફેક્ટરી ચલાવવા બદલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે?

ગેરકાયદે ફેક્ટરી ચલાવવાના મામલે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં વધુ કાર્યવાહી ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget