Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: સવારના 10 વાગ્યેથી રાત્રે 10 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલમાં અનેક કાર્યક્રમો યોજાશે.

Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી સાત દિવસના કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. લોક ડાયરા, લેઝર શો, હોર્સ શો સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 10 વાગ્યેથી રાત્રે 10 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલમાં અનેક કાર્યક્રમો યોજાશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન ટ્રાફિક નિયમનની વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ હતી. કાંકરિયા જતા છ રસ્તાઓને સવારે આઠથી રાતના 1 વાગ્યા સુધી અવરજવર માટે પ્રતિબંધિત કરાયા હતા. કેટલાક જગ્યાને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો-યુટર્ન પણ જાહેર કરાયા હતા.
A new season of celebrations is around the corner. AMC is preparing for Kankaria Carnival glow once again, bringing the city together for its most vibrant week of the year. More details coming soon.#KankariaCarnival #KankariaCarnival2025 #AhmedavadEvents #AMCUpdates… pic.twitter.com/fZT0gxHvKF
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 12, 2025
કાંકરિયા કાર્નિવલ-2025 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે. આ માટે પૂરતી તૈયારીઓ થઇ ચૂકી છે, લગભગ એક લાખથી વધુ લોકો એકસાથે ઉમટી શકે તેવી સંભાવના છે. આ વખતે સહેલાણીઓ માટે અનેક નવતર આકર્ષણો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ માટે સૌપ્રથમવાર અદ્યતન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ માટે 5 હજાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે, જેના માટે 3.91 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે.
કાંકરિયાના સાતેય એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા દ્વારા કેટલા લોકોએ પ્રવેશ કર્યો અને કેટલા લોકો હાજર છે તેનું લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. આ વખતે આ મેગા મહોત્સવમાં લેટેસ્ટ આકર્ષણો અને રંગારંગ કાર્યક્રમો સાથે વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ખાસ દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) મુખ્ય આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી કલાકારોના મ્યુઝિકલ પરફોર્મન્સ પણ યોજાશે. સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ લોકોને ફ્રી એન્ટ્રી મળશે.
AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અન્ય રાજ્યોના પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડની મજા લોકો માણી શકશે. અન્ય રાજ્યોના જાણીતા ફૂડ માટેના સ્ટોલ પણ અલગ રાખવામાં આવ્યા છે. સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ ભીડને નિયંત્રિત કરવા અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.




















