Ahmedabad: અમદાવાદમાં મોટા અવાજે DJ વગાડનારાની ખેર નહીં, જાહેર રસ્તા પર ગરબા ગાશો તો પણ થશે કાર્યવાહી
હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં.
Ahmedababad: ધ્વનિ પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરે બહાર જાહેરનામું બહાર પાડ્યું છે. DJ માઇક સિસ્ટમના ઉપયોગને નિયંત્રિત અને પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 144 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઈવેન્ટ મેનેજર સમગ્ર અમદાવાદ ના પોલીસ કમિશ્નરની હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં રેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સિસ્ટમ ભાડે આપી શકશે નહીં.
હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં.
એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગાયનોનો માઈક સિસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબીબાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન ગરબા કરવા નહીં.
ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલીટી સ્ટાર્ન્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઇઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ ના ઈન્વાયરમેન્ટ == પ્રોટેકશનની જોગવાઈ મુજબ એમ્બીઅન્ટ એર ક્વોલીટી સ્ટાન્ડર્ડ હોવુ જોઈએ. તે જોતા ડી.જે.સીસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ જોગવાઈઓનો ઉલ્લંધન કરતા હોય તેવુ જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ છે. શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી આધારે ઉપરોકત પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.
અક્ષર પટેલની પત્ની મેહા કોણ છે અને શું કરે છે ?
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. હવે ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર લગ્ન કરવા જઈ રહ્યો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થશે. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.