શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ફટાફટ ભરી દેજો ઈ-મેમોનો દંડ નહીં તો દસ દિવસ બાદ રદ્દ થઈ જશે આ મહત્ત્વની વસ્તુ....
અત્યાર સુધી જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે અને જેની રકમ 35 કરોડ થાય છે.
અમદાવાદઃ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરી દંડની રકમ ન ભરનારા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ૨૦૧૫થી અત્યાર સુધીમાં લોકોએ ૫૫ કરોડ જેટલી દંડની રકમ ભરી નથી. જેમાં પાંચથી વધુ મેમો મળ્યા હોય અને તેનો દંડ ભર્યો ન હોય તેવા ૧૪૦૦થી વધુ લોકોને પોલીસ હવે નોટીસ પાઠવશે અને ૧૦ દિવસમાં તેઓ દંડ નહી ભરે તેમના લાયસન્સ અને આર.સી.બુક રદ્ કરવામાં આવશે, એમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. પોલીસે દંડની વસુલાત માટે અલગ અલગ રીકવરી ટીમો પણ બનાવી છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે અને જેની રકમ 35 કરોડ થાય છે. ત્યારે કુલ 55 કરોડની રકમનો દંડ બાકી છે, જે વાહન ચાલકોને ભરવાનો બાકી છે.
ટ્રાફિક west ઝોનના dcp અજિત રાજયાણનું કેહવું છે કે આ રકમ 2015થી 2019 સુધીની છે અને હાલ 1400 લોકોને નોટીસ આપવામાં આવશે જેના 5થી વધુનું દંડ બાકી છે. આ કમિગીરીમાં RTOની મદદ પણ લેવામાં આવશે. નોંધનીય છે કે આ બાકી દંડની રકમ બધી રીતે વસૂલવામાં આવતી બાકી રકમનો દંડ છે.
આ બધા વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં એક ફોર વ્હીલર ચાલકને 111 ઈ-મેમા આપવામાં આવ્યા છે, જે તેણે હજુ સુધી ભર્યા નથી. તેના એકલા માત્ર પાસેથી 38 હજારનો ઈ-મેમાનો દંડ વસુલવાનો બાકી છે. એક વ્યક્તિ એવો છે જેના 109 મેમા ભરવાના બાકી છે. આ સિવાય 100 મેમા ભરવાના બાકી હોય તેવા 65 વ્યક્તિ છે. જ્યારે 300 એવા વાહન ચાલકો છે, જેમના નામે 50 ઈ-મેમા બોલે છે જેમણે ભર્યા નથી.
જે લોકોની પાસે કોઈ વાહન છે અને વાહન ચાલક મેમો ફાટ્યા બાદ તેને ભરવાની ના પાડે છે તો એ રકમને વીમાના પ્રીમિયમમાં જોડી દેવામાં આવે છે. જેના કારણે બાકી રહેલી રકમ વસૂલવામાં ટ્રાફિક પોલીસને સરળતા રહેશે. ભારતીય વીમા નિયામક પ્રાધિકરણ (ઈરડા)એ આ યોજના પર કામ શરૂ કર્યું છે. હાલમાં તેને પાયલટ પ્રોજેક્ટના આધારે દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion