અમદાવાદઃ ગોતા વિસ્તારની મારબલ્સની દુકાનમાં મોટી દુર્ઘટના, ટાઈલ્સ માથે પડતાં બે મજૂરના મોત નિપજ્યાં
અમદાવાદ શહેરમાં દુર્ઘટનાઓ અને અકસ્માતના બનાવ અવાર-નવાર બનતા હોય છે. આજે ફરીથી એક દૂર્ઘટનામાં બે મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
અમદાવાદ શહેરમાં દુર્ઘટનાઓ અને અકસ્માતના બનાવ અવાર-નવાર બનતા હોય છે. આજે ફરીથી એક દૂર્ઘટનામાં બે મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગોતા વિસ્તારમાં આવેલી એક મારબલ્સની દુકાનમાં ટાઈલ્સ ઉતારવાનું કામ ચાલતું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી.
ગોતામાં મોટી સંખ્યામાં મારબલ્સની દુકાનો આવેલી છે. આવી જ એક દુકાનમાં મજૂરો મોટી સાઈઝની ટાઈસ્લ ઉતારી રહ્યા હતા ત્યારે બેલેન્સ ખસી જતાં ટાઈલ્સ બે મજૂરો પર પડી હતી. અચાનક ભારેખમ ટાઈલ્સ મજૂર પર પડતાં બંને મજૂરના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. મજૂરોના મોત થતાં તેમના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરુ કરી છે.
સુરેન્દ્રનગર: વઢવાણ ભોગાવો નદીમાં ડૂબી જતા 2 બાળકોના મોત
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો નદીમાં 2 બાળકો ડૂબી જતા તેમના મોત થયા છે. નદીમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. ત્રણેય બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકને આસપાસના લોકોએ બચાવી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અંદાજે 12 થી 14 વર્ષના ત્રણ બાળકો ભોગાવો નદીમાં રમવા ગયા હતા અને આ દરમિયાન ડૂબ્યાં હોવાની ચર્ચા છે. બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનો સહિત પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ તેમજ ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાંથી ભોગાવો નદી પસાર થાય છે ત્યારે અવાર-નવાર ડુબી જવાથી અપમૃત્યુના બનાવો વધી રહ્યાં છે.
આ પણ વાંચોઃ