શોધખોળ કરો

અમદાવાદ ઝોન-6  પોલીસનું ઓપરેશન 'knock, knock', ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના ઘરમાં મોટાપાયે સર્ચ

અમદાવાદ શહેરના ઝોન- 6 ના નવનિયુક્ત ડીસીપી  ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલે વહેલી સવારે એક ઓપરેશનનું આયોજન કર્યું હતું.

અમદાવાદ : અમદાવાદ શહેરના ઝોન- 6 ના નવનિયુક્ત ડીસીપી  ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલે વહેલી સવારે એક ઓપરેશનનું આયોજન કર્યું હતું. આ ઓપરેશન અંતગર્ત વહેલી સવારે 3:00 થી 6 ની વચ્ચે વટવા ચાર માળિયા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કે ભૂતકાળમાં સંકળાયેલા વ્યક્તિઓના ઘરનું અને તેમના વાહનોનું ડિટેલમાં સર્ચ કરવામાં આવ્યું હતું. 

100 જેટલા આરોપીઓના ઘર તેમજ વાહનો ચેક કરાયા 

આ તમામ  ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જ્યારે ઊંઘમાં હતા ત્યારે સમગ્ર ઝોન-6ની  ટીમ કે જેમાં 1 DCP,  1 ACP, 10 PI, 15 PSI, 250 પોલીસ જવાન તથા 50 હોમગાર્ડના જવાન પ્લાનિંગ સાથે સમગ્ર ચાર માળિયા વિસ્તારને કોર્ડન કરી એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી જાણીતા ગુનેગારો બુટલેગરો ndps તથા શરીર સંબંધી ગુના કરવાની ટેવ વાળા કુલ 100 જેટલા આરોપીઓને તેમના ઘરને અને તેમના વાહનોને જુદી જુદી ટીમ મારફતે ચેક કરવામાં આવ્યા હતા. 

અમદાવાદ ઝોન-6  પોલીસનું ઓપરેશન 'knock, knock', ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના ઘરમાં મોટાપાયે સર્ચ

આ ઓપરેશનમાં ત્રણ ડ્રોન, બોડી કેમેરા, હથિયારો, વાહનો તથા લાઠી હેલ્મેટ સાથે તમામ અધિકારીઓ અને જવાનો સજ્જ હતા.  પોકેટ કોપ માધ્યમથી પાર્ક કરેલા તમામ વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા.  અમદાવાદ પોલીસ ઝોન -6 દ્વારા કરવામાં આવેલા આપરેશન  'નોક નોક' ને લઈ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકોમાં રીતસરનો ફફડાટ છે. 

અમદાવાદ ઝોન-6  પોલીસનું ઓપરેશન 'knock, knock', ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના ઘરમાં મોટાપાયે સર્ચ
 
ઝોન-6 દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન આ સફળતા મળી હતી

● હથિયારના કેસ 7
● ગેરકાયદેસર મકાન કબજો કરીને રહેતા હોય તેવા કેસ- 7
● તડીપાર વ્યક્તિ ઉપર જીપીએકટ 142 મુજબ કેસ -1
● 400 જેટલા વાહનો પોકેટ કોપના માધ્યમથી ચેક કરવામાં આવ્યા જેમાંથી શંકાસ્પદ 3 વાહનોને કબજે કરવામાં આવ્યા
● પ્રોહિબિશનના કેસ
● 70 ટાવરો તથા તેના ધાબા ચેક કરવામાં આવ્યા જેમાં આશરે 100 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘર અને વાહનો ચેક કરવામાં આવ્યા

ઝોન-6 પોલીસની આ કામગીરીથી ગુનેગારોમા ફફડાટ

વહેલી સવારે 3:00 થી 6:00 દરમિયાનની પોલીસની આ કામગીરીથી ગુનેગારોમા ફફડાટ ફેલાયો હતો. આ ઓપરેશનથી પોલીસ એક જ સંદેશો આપવા માંગે છે કે તમામ અસામાજિક તત્વોના દરવાજા ઉપર કોઈ પણ સમયે પોલીસનું "નોક નોક " થઈ શકે છે, પછી તે સવાર હોય ,બપોર હોય, સાંજ હોય કે રાત. અમદાવાદ ઝોન-6 પોલીસની આ સરાહનિય કામગીરીને પગલે ગુનાહિત ઈતિહાસ ધરાવતા,  બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

Embed widget