શોધખોળ કરો

IND vs NZ: ગુવાહાટીમાં ભારતે રચ્યો ઈતિહાસ! એક જ મેચમાં 5 'મહા રેકોર્ડ' ધ્વસ્ત, પાકિસ્તાનની બરાબરી

રેકોર્ડબ્રેક જીત: 154 રનનો ટાર્ગેટ માત્ર 60 બોલમાં ચેઝ; પાવરપ્લેમાં રનનો વરસાદ અને સતત 11મી સીરીઝ જીતીને ટીમ ઈન્ડિયા બની વર્લ્ડ ચેમ્પિયન, જાણો કયા 5 રેકોર્ડ તૂટ્યા.

IND vs NZ 3rd T20I Records: ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20I મેચ માત્ર એક જીત પૂરતી સીમિત ન રહી, પરંતુ રેકોર્ડ બુકમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. ભારતીય બેટ્સમેનોએ કિવી બોલરોની એવી ધુલાઈ કરી કે આંકડાશાસ્ત્રીઓ પણ ગણતરી કરતા રહી ગયા. ન્યુઝીલેન્ડે આપેલા 154 રનના લક્ષ્યાંકને ભારતે માત્ર 60 બોલમાં (10 ઓવરમાં) જ પાર કરી લીધો હતો. અભિષેક શર્મા (68 રન) અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ (57 રન) ના તોફાનમાં ટીમ ઈન્ડિયાએ એકસાથે 5 મોટા રેકોર્ડ તોડ્યા છે.

ચાલો જાણીએ ટીમ ઈન્ડિયાએ કયા ઐતિહાસિક સીમાચિહ્નો સર કર્યા:

1. T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 50

રન ભારતીય ટીમે ઈનિંગની શરૂઆત બુલેટ ટ્રેનની ગતિએ કરી હતી. ટીમે માત્ર 3.1 ઓવરમાં એટલે કે 19 બોલમાં જ 50 રનનો આંકડો વટાવી દીધો હતો. આ પહેલા ભારતે 2023 માં બાંગ્લાદેશ સામે 22 બોલમાં પચાસ રન પૂરા કર્યા હતા, જે રેકોર્ડ હવે તૂટી ગયો છે.

2. પાવરપ્લેમાં વિશ્વનો બીજો સૌથી મોટો સ્કોર

ગુવાહાટીના મેદાન પર ભારતીય બેટ્સમેનોએ પાવરપ્લે (Powerplay) ની 6 ઓવરમાં 94 રન ઝૂડી કાઢ્યા હતા. આ T20 ઈતિહાસનો બીજો સર્વોચ્ચ પાવરપ્લે સ્કોર છે. વિશ્વ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે, જેમણે 95 રન બનાવ્યા હતા. ભારત માત્ર 1 રનથી વર્લ્ડ રેકોર્ડ ચૂકી ગયું.

3. ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન (પાવરપ્લે)

કોઈપણ ટીમે ન્યૂઝીલેન્ડ સામે પાવરપ્લેમાં બનાવેલો આ સૌથી મોટો સ્કોર છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જેમણે 2018 માં કિવી ટીમ સામે પાવરપ્લેમાં 91 રન બનાવ્યા હતા. ભારતે 94 રન બનાવીને કાંગારુઓનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

4. સતત સૌથી વધુ T20 શ્રેણી જીત (Series Win)

આ જીત સાથે ભારતે વર્તમાન શ્રેણીમાં 3-0 ની અજેય લીડ મેળવી લીધી છે. આ ટીમ ઈન્ડિયાની સતત 11th (અગિયારમી) T20 શ્રેણી જીત છે. આ સાથે ભારતે પાકિસ્તાનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પાકિસ્તાને 2016-18 દરમિયાન સતત 11 શ્રેણી જીતી હતી.

5. બોલ બાકી રહેતા સૌથી મોટી જીત (150+ ટાર્ગેટ)

150 થી વધુ રનનો ટાર્ગેટ હોય અને સૌથી વધુ બોલ બાકી રાખીને મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ પણ ભારતે પોતાના નામે કર્યો છે. ભારતે 154 રનનો ટાર્ગેટ 60 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો. અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget