Ahmedabad: અમદાવાદની એલ.ડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી, પ્રિન્સિપાલ પર હુમલાનો પ્રયાસ
અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે. અર્જૂન રબારી નામનો એક વિદ્યાર્થી તેના બે મિત્રો સાથે ધસી આવ્યો હતો.
અમદાવાદ: અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે. અર્જૂન રબારી નામનો એક વિદ્યાર્થી તેના બે મિત્રો સાથે ધસી આવ્યો હતો. પહેલા તો બોલાચાલી કરી પરંતુ આચાર્યએ ધીમા અવાજે વાત કરવાનું કહેતા રોષે ભરાયો હતો. બાદમાં ટેબલ પર પડેલું ફ્લાવર પોર્ટ ફેંકી, કેબિનનો કાંચ તોડી નાખ્યો હતો. બાદમાં પ્રિન્સિપાલ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેની સાથે આવેલા મિત્રોએ તેને રોક્યો હતો. એટલુ જ નહીં ઓફિસની બહાર પણ ખુરશીઓ ફેંકી આતંક મચાવ્યો હતો.
અમદાવાદમાં L.D આર્ટ્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ કોલેજમાં કરતા તોફાન અંગે પ્રિન્સિપાલે તેમને મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીએ કેબિનમાં રહેલો પોટ ફેંક્યો હતો અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો અને કેબિન બહાર જઈને તેમના પર છૂટી ખુરશી ફેંકીને કાચ તોડી નાખ્યો હતો.
આ સમગ્ર મામલે કોલેજના આચાર્ય મહિપત ચાવડાએ ત્રણેય વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોલેજમાંથી બરતરફ કર્યા છે. આચાર્ય મુજબ, તોડફોડ કરનાર વિદ્યાર્થીએ મહિલા પ્રોફેસરને ક્લાસરૂમમાં બંધ કરી દીધા હતા. જેને લઈને તેની પાસે ખુલાસો મગાયો હતો. એવુ પહેલી વાર નથી કે,આ વિદ્યાર્થીઓએ કોલેજમાં રૌફ જમાવ્યો હોય આ અગાઉ ચાલુ ક્લાસે ચપ્પુ સાથે રૌફ જમાવતો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે પ્રિન્સિપાલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.
Rajkot: રાજકોટમાં કડવા- લેઉવા પાટીદાર સમાજની બેઠક શરૂ, નરેશ પટેલ સહિત અનેક આગેવાનો હાજર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેથી રાજકીય પાર્ટીઓએ તો કમર કસી છે સાથે સાથે વિવિધ સંગઠનો પણ એક્શનમાં આવી ગયા છે. આ ઉપરાંત વિવિધ સમાજના લોકો પણ મિટિંગો કરી રહ્યા છે. હવે આ કડીમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે રાજકોટમાં બેઠક શરૂ થઈ છે. સરદાર પટેલ ભવન ખાતે આ બેઠક શરૂ થઈ છે. હાલ તો બંને સમાજના આગેવાનો સામજિક બેઠક હોવાનું જણાવી રહ્યા છે. બેઠક પૂર્ણ થયા બાદ બને સમાજ શું જણાવે છે તે જોવું મહત્વનું બની રહેશે. કારણ કે ચૂંટણીના માહોલ વચ્ચે લેઉવા અને કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.
રાજકોટ ખાતે શરૂ થયેલી આ બેઠકમાં લેઉવા પાટીદાર સમજના આગેવાન નરેશ પટેલ, રમેશ ટીલાળા હાજર છે જ્યારે કડવા પાટીદાર સમાજના સીદસર ઉમિયા ધામના ચેરમેન મૌલેશ ઉકાણી, સીદસર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ, જગદીશ ભાઈ કોટડીયા સહિતના કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર છે. તમને જણાવી દઈએ કે, 10 દિવસ અગાઉ કડવા પાટીદાર સમાજના વ્યક્તિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે.