શોધખોળ કરો

કોઈ પતિને મળવા તો કોઈ જન્મદિવસની સરપ્રાઈઝ માટે જતા હતા લંડન, પ્લેન ક્રેશની દર્દનાક કહાનીઓ 

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 242 લોકો સવાર હતા. તમામ લોકોની પોતાની એક અલગ-અલગ સ્ટોરી છે.  

Ahmedabad Plane Crash Victims: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 242 લોકો સવાર હતા. તમામ લોકોની પોતાની એક અલગ-અલગ સ્ટોરી છે.  કેટલાક લગ્ન પછી પ્રથમવખત પોતાના પતિ પાસે જઈ રહ્યા હતા, કેટલાક પોતાના પતિનો જન્મદિવસ ઉજવવા લંડન પહોંચવા માંગતા હતા. કેટલાક પોતાની માતાની સારવાર માટે ભારત આવ્યા હતા, જ્યારે કેટલાક ઈદની ઉજવણી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે બધાની  સ્ટોરી એકસાથે સમાપ્ત થઈ ગઈ જ્યારે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફ થયાના થોડા જ સેકન્ડોમાં અમદાવાદ એરપોર્ટ નજીક બીજે મેડીકલ કૉલેજના બિલ્ડિંગ પાસે ક્રેશ થયું.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કેટલાક લોકોની કહાની હચમચાવી નાખે તેવી છે.   જે અમે તમારા માટે લાવ્યા છીએ. વિશ્વાસ કરો, વિમાનમાં સવાર દરેક વ્યક્તિ વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

- ભૂતપૂર્વ મુખ્યમંત્રી આગળ બેઠા હતા, માતાને વીડિયો કોલ કરી બતવ્યા 

તે સમયે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં લોરેન્સ ડેનિયલ ક્રિશ્ચિયન હાજર હતા. તેઓ લંડનમાં અભ્યાસ કરી રહ્યા હતા. તેમના કાકી હમણાં હોસ્પિટલ પહોંચી ગયા છે. લોરેન્સ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાછળની સીટ પર બેઠા હતા. ફ્લાઇટ ઉપડે તે પહેલાં તેમણે તેમની માતાને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે જુઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી મારી આગળ બેઠા છે.

- આગ્રાનું કપલ ફરવા જઈ રહ્યું હતું

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આગ્રાથી એક યુગલ પણ હાજર હતું. આગ્રાના અકોલાના રહેવાસી નીરજ લાવણિયા અને અપર્ણા લાવણિયા લંડન પ્રવાસે જઈ રહ્યા હતા. નીરજ વડોદરામાં ખાનગી નોકરી કરતો હતો.

- અંજુ શર્મા તેમની પુત્રીને મળવા જઈ રહી હતી

હરિયાણાના કુરુક્ષેત્રની રહેવાસી અંજુ શર્માએ પહેલાથી જ તેમના પતિ ગુમાવ્યા હતા. તેમને બે પુત્રીઓ છે. અંજુની માતા હૃદય રોગી છે. તેઓ તેમની પુત્રી નિમ્મીને મળવા લંડન જઈ રહ્યા હતા, પરંતુ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. અકસ્માત પહેલા અંજુ શર્માએ છેલ્લું સ્ટેટસ પોસ્ટ કર્યું હતું - 'આદમી ખિલૌના હૈ'.

- NCP સાંસદના સંબંધી પણ ફ્લાઇટમાં હતા

એર ઇન્ડિયાના ફ્લાઇટ ક્રૂ મેમ્બર અપર્ણા મહાડિક NCP સાંસદ સુનીલ તટકરેના પુત્રવધૂ છે. હકીકતમાં, અપર્ણા સુનીલ તટકરેના ભાણેજના પત્ની હતા.

- રોશન સોનઘારે પોતાના બાળપણના સ્વપ્નને પૂર્ણ કરીને એર હોસ્ટેસ બની હતી

ક્રૂ મેમ્બર અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર રોશની રાજેન્દ્ર સોનઘારેનું પણ આ દુર્ધટનામાં નિધન થયું. મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણે સોનઘારેના મૃત્યુની પુષ્ટિ કરી. રોશની હંમેશા એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને ખૂબ જ મહેનત કર્યા પછી તેણીએ તેની કારકિર્દીમાં આ સફળતા મેળવી. તે થોડા સમય પહેલા એર ઇન્ડિયામાં જોડાઈ હતી.

- અમદાવાદનું આ દંપતી લંડન જવા માટે ઉત્સાહિત હતું

અમદાવાદના લાંભા ગામના ભોગીલાલ પરમાર અને તેમની પત્ની લંડન જતા પહેલા ખૂબ ખુશ હતા. કોઈને ખબર નહોતી કે આ તેમની છેલ્લી યાત્રા હશે. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થતા પહેલા બંનેએ ખુશીનો ક્ષણ પસાર કરી હતી. બંનેનું અકસ્માતમાં મૃત્યુ થયું.

- કેરળની નર્સ પોતાની દીકરીઓને મળવા ભારત આવી હતી

કેરળની એક નર્સ રંજીતા ગોપાકુમાર પણ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં સામેલ હતી. તે લંડનમાં કામ કરતી હતી અને ચાર દિવસ પહેલા પોતાની દીકરીઓને મળવા ભારત આવી હતી. તે કેરળમાં સરકારી નોકરી કરવા જઈ રહી હતી, અને ઔપચારિકતાઓ પૂર્ણ કરીને લંડન પરત ફરી રહી હતી. આ અકસ્માતે તેની દીકરીઓને અનાથ બનાવી દીધી.

- આ મુસાફરો તેમની ભારત યાત્રાથી ખુશ થઈ લંડન જઈ રહ્યા હતા

જેમી મીક અને ફિઓંગલ ગ્રીનલો-મીક નામના બે બ્રિટિશ મુસાફરો ભારતથી બ્રિટન પરત ફરી રહ્યા હતા. ફ્લાઇટમાં સવાર પહેલા બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ પર છેલ્લો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ તેમના ભારત પ્રવાસ વિશે વાત કરી રહ્યા હતા. 22A અને 22C પર બેઠેલા આ બે મુસાફરોએ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

- દીકરો અમેરિકામાં, માતા-પિતા લંડન જઈ રહ્યા હતા

ડૉ. હિતેશ શાહ તેમની પત્ની અમિતા શાહ સાથે તેમની બહેનના 70મા જન્મદિવસની ઉજવણી માટે લંડન જઈ રહ્યા હતા, પરંતુ વિમાન દુર્ઘટનામાં પતિ-પત્ની બંનેનું મૃત્યુ થયું. હવે અમિતા શાહનો ભાઈ તેમની બહેનના મૃતદેહ માટે ડીએનએ સેમ્પલ આપવા માટે હોસ્પિટલ પહોંચ્યો છે.  ડૉ. હિતેશ શાહ માટે અમેરિકામાં રહેતો તેમનો દીકરો ડીએનએ સેમ્પલ આપશે અને મોડી રાત્રે ભારત પાછો ફરશે.

- હરપ્રીત કૌર તેમના જન્મદિવસ પર તેમના પતિને સરપ્રાઈઝ આપવા જઈ રહી હતી

અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેસમાં ઇન્દોરની એક મહિલાનું પણ મૃત્યુ થયું છે. હરપ્રીત કૌર હોરા તેમના પતિ રોબીને મળવા લંડન જઈ રહી હતી. હરપ્રીત કૌર હોરાના પતિનો જન્મદિવસ 16 જૂને છે. હરપ્રીત ફ્લાઇટમાં સવાર થઈ હતી પરંતુ આ તેમની છેલ્લી ફ્લાઇટ હતી.

- રાજસ્થાનના આ પરિવારો અકસ્માતમાં મૃત્યુ પામ્યા

અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં રાજસ્થાનના ઉદયપુરથી 5 મુસાફરો હતા. માર્બલના એક ઉદ્યોગપતિના પુત્ર અને પુત્રી સહિત 4 લોકો લંડન પ્રવાસ માટે જઈ રહ્યા હતા. એક મહિલા બાલોત્રાની હતી. બાંસવાડાના એક જ પરિવારના પાંચ લોકો આ વિમાનમાં હતા, જેમાં પ્રતીક જોશી, તેમની પત્ની કોમી વ્યાસ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તેમાંથી એક મોટી પુત્રી હતી અને બે નાના જોડિયા બાળકો હતા, જેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

- ક્રૂ મેમ્બર દીપક પાઠક

એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર દીપક પાઠક પણ આ ફ્લાઇટમાં હતા. તે મહારાષ્ટ્રના બદલાપુરનો રહેવાસી હતો. એર ઈન્ડિયાના સ્ટાફ મેમ્બર દીપક પાઠકનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. દીપકના લગ્ન ફક્ત બે વર્ષ પહેલા થયા હતા. તેને મુસાફરીનો ખૂબ શોખ હતો. દીપકના બાળપણના મિત્ર સાર્થકે જણાવ્યું કે જ્યારે પણ તે ક્યાંક મુસાફરી કરવા જતો હતો, ત્યારે તે ત્યાં જતા પહેલા એક સ્ટેટસ મૂકતો હતો. તેણે પોસ્ટ કરતાની સાથે જ અમને ક્લિક થયુ કે દીપક પણ લંડન ગયો છે. દુર્ઘટનાના સમાચાર પછી, તેમની પોસ્ટ પર કોમેન્ટ આવવા લાગી.

- નાગપુરના કામદારની પુત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નાગપુરના એક કામદારની પુત્રી અને તેના પરિવારના બે અન્ય સભ્યોએ પણ જીવ ગુમાવ્યા.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget