Gujarat Politics: અંબાલાલ પટેલની મોટી રાજકીય આગાહી, આ તારીખ પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ
Gujarat Politics: ગુજરાતના વર્તમાન ઘટનાક્રમ પર નજર કરીએ તો, ગુજરાત ભાજપે આવતીકાલે એટલે કે શનિવારે 11 વાગ્યે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાવવા જઇ રહી છે.

Gujarat Politics: અંબાલાલ પટેલ તેમની હવામાન અંગેની આગાહી માટે જાણીતા છે. વરસાદથી લઈને વાવાઝોડા સુધીની આગાહી તેઓ કરતા રહે છે. આજે પણ તેમણે રાજ્યમાં ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હવામાનની આગાહીની સાથે સાથે અંબાલાલ પટેલે રાજકીય આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલની આ રાજકીય આગાહીને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે.
અંબાલાલ પટેલની રાજકીય આગાહી
તેમણે જણાવ્યું કે, 19મી મે પહેલા ગુજરાત સરકારમાં ફેરફાર થશે. ગુજરાતની સરકાર સ્થિર પણ અનિષ્ટ બાબતોથી બચવું આવશ્યક છે. તેમણે કહ્યું કે, મીનનો શનિ અને પંચગ્રહી યોગની અસર રાજકારણ પર થશે. આસુરી સંપતિનો ઉદય થવાથી રાજકીય હલનચલન જોવા મળશે. ટ્રમ્પના ટેફિફ મુદ્દે ગુજરાત રાજ્યમાં પણ અસર થશે. ગુજરાત સરકારમાં નવીનતમ બાબતો બનશે. કેન્દ્ર સરકારની સ્થિરતામાં વાંધો નહીં આવે પણ નવાજૂની થશે.
ગુજરાતના વર્તમાન ઘટનાક્રમ
ગુજરાતના વર્તમાન ઘટનાક્રમ પર નજર કરીએ તો, ગુજરાત ભાજપે આવતીકાલે એટલે કે શનિવારે 11 વાગ્યે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાવવા જઇ રહી છે. સીઆર પાટીલે ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને શનિવારે બેઠકમાં હાજર રહેવાની સૂચના આપી હતી. આ બેઠકમાં સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઇને ચર્ચા કરવામાં આવે તેવી અટકળો વહેતી થઇ છે. કારણ કે આ બેઠકમાં ધારાસભ્યો સિવાય રાષ્ટ્રીય મહાસચિવ અને SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ પણ હાજર રહે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે આ અટકળોને બળ મળ્યું છે.
કોંગ્રેસના અધિવેશન મામલે આમ આદમી પાર્ટીનું નિવેદન
રાજકોટ - કોંગ્રેસના અધિવેશન મામલે આમ આદમી પાર્ટીના નેતાએ નિવેદન આપ્યું છે. ગોપાલ રાયે કહ્યું, કોંગ્રેસે અધિવેશન કરવાની જરૂર જ હતી. ભાજપથી નારાજ થયેલા ગુજરાતના લોકો કોંગ્રેસના સમર્થનમાં આવ્યા જ છે. રાહુલ ગાંધીએ પણ કહ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે. ભાજપથી મતદારો નારાજ છે.
વિસાવદર પેટાચૂંટણી
જુનાગઢ જિલ્લાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં આજે સીએમ હાજરી આપી હતી. જેમાં વિસાવદરનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, વિસાવદરમાં પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને આમ આદમી પાર્ટીએ તારીખ જાહેર થાય તે પહેલા જ ઉમેદવાર જાહેર કરી દીધો છે. ગોપાલ ઈટાલીયા વિસાવદરથી ચૂંટણી લડશે. તો સામે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ પણ કહ્યું છે તે, બીજેપી ચૂંટણી માટે તૈયાર છે.





















