શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાને કાબૂમાં કરવા સોસાયટી, ફ્લેટ અને કોલોનીને લઈને AMCએ શું લીધો મોટો નિર્ણય? જાણો

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. એએમસીના નવી ગાઈડલાઈન પ્રમાણે, હવે સોસાયટી, ફ્લેટ અને કોલોનીમાં કોવિડ કો-ઓર્ડિનર રાખવો ફરજિયાત છે

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રોજ 1200થી વધારે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. એએમસીના નવી ગાઈડલાઈન પ્રમાણે, હવે સોસાયટી, ફ્લેટ અને કોલોનીમાં કોવિડ કો-ઓર્ડિનર રાખવો ફરજિયાત છે તો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનના નિયમો પણ કડક કરવામાં આવી રહ્યા છે. હવે ઇમરજન્સી વગર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર જઈ શકાશે નહીં. હોમ ક્વોરન્ટાઇનના દર્દીને પણ બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો નિયમ ભંગ કરવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. હવે સોસાયટી ફ્લેટ કોલોનીમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવો ફરજીયાત છે. કોવિડ કો-ઓર્ડિનેટરે તમામ કોવિડ નિયમનું પાલન કરાવાનું રહેશે તેવું એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનના રહીશો મેડીકલ ઈમરજન્સી વગર બહાર નીકળી શકાશે નહીં. હોમ કોરોન્ટાઈનમાં રહેનાર લોકો પણ 14 દિવસ મેડિકલ ઈમરજન્સી વગર બહાર નીકળી શકશે નહીં. જો કોવિડ નિયમનો ભંગ થશે તો તેની પર પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોવિડ કો-ઓર્ડિનેટરની જવાબદારી - માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ક્વોરન્ટીન સમયગાળા દરમિયાન કોઈ બહાર ન નીકળે તેની તકેદારી રાખવાની રહેશે. - તમામ લોકોનો કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરાવવાનો રહેશે. - નમસ્તે અભિવાદન, માસ્ક પહેરવું, દર બે કલાકે સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને હેન્ડ સેનેટાઈઝ કરવા. - મેડિકલ ઇમરજન્સીમાં જ પોલીસ પાસે નોંધણી કરાવી વ્યક્તિ બહાર નીકળી શકશે. - માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં 14મા દિવસે તે વિસ્તારમાં તમામ લોકોના ટેસ્ટ કરવાના રહેશે અને જો એકપણ પોઝિટિવ ન આવે તો જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી ડી-નોટીફાઈડ કરવામાં આવશે. - આ તમામ જવાબદારીમાં જો કોઈ નિયમ ભંગ થશે તો કો-ઓર્ડિનેટર સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ ફરિયાદ થશે. હોમ ક્વોરન્ટીન દર્દી માટે માર્ગદર્શિકા - હોમ ક્વોરન્ટીન દર્દી કે તેના પરિવારજનો મેડિકલ ઇમરજન્સીમાં પોલીસમાં નોંધ સિવાય ઘરની બહાર નહિ નીકળી શકે. - ક્વોરન્ટીનનો નિયત સમય પૂર્ણ થયા બાદ જ ઘરમાંથી બહાર નીકળી શકશે. - ઘરે એન્ટિજન ટેસ્ટ માટે આવતી મેડિકલ ટીમને સહકાર આપવાનો રહેશે. - નમસ્તે અભિવાદન, માસ્ક પહેરવું, દર બે કલાકે સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટનસ જાળવવું અને હેન્ડ સેનેટાઈઝ વગેરેનું કરવાનું રહેશે. - જો આ તમામ નિયમોનું પાલન નહીં થાય તો જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget