શોધખોળ કરો

 AMCએ શરૂ કરી ગણેશ વિસર્જનની તૈયારીઓ, શહેરમાં આઠ કરોડના ખર્ચે બનાવાશે 46 વિસર્જન કુંડ

Ganesh Visarjan: અમદાવાદ મહાનગરપાલિકાએ જ ગણેશ વિસર્જનને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે

Ganesh Visarjan: ગણતરીના દિવસોમાં ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઇ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યારથી જ ગણેશ વિસર્જનને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર,  અમદાવાદ મનપાની મળેલી બેઠકમાં અંદાજે 8 કરોડના ખર્ચે 46 વિસર્જન કુંડ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સાબરમતી નદીના રિવરફ્રંટ ખાતે અલગ- અલગ 46 સ્થળે કુંડ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તો ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના નાગરિકોને સાબરમતી રિવરફ્રંટ સુધી આવવું ના પડે તે માટે નજીકના ખુલ્લા પ્લોટમાં વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો તમામ કુંડ બહાર ફાયરવિભાગની ટીમ, એસ્ટેટ વિભાગની ટીમ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે.  એક કુંડ તૈયાર કરવા પાછળ કોર્પોરેશન સરેરાશ 18થી 20 લાખનો ખર્ચ કરશે. જ્યારે કુંડની ઊંડાઈ 9 ફૂટ જેટલી રાખવામાં આવશે.

મધ્ય ઝોનમાં 9, ઉત્તર ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 5, પૂર્વ ઝોનમાં 4, પશ્વિમ ઝોનમાં 13, ઉત્તર પશ્વિમ ઝોનમાં 9 વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે.

વડોદરામાં પણ પ્રશાસન દ્ધારા ગણેશ વિસર્જનને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ૧૮ ફૂટ ઊંડા નવલખી કૃત્રિમ તળાવમાં પાણી ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વિસર્જન માટે ૧૮ ક્રેન અને ૧૮ તરાપા રાખવામાં આવશે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

Embed widget