અમદાવાદના કાંકરિયામાં AMCની સ્કૂલમાં અસામાજિક તત્વોએ લગાડી આગ, શિક્ષકે પોલીસને કરી અરજી
જો કે વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે શાળા બંધ થઈ હતી અને હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ નથી. હાલમાં આ શાળા બંધ હાલતમાં છે.
AMC School: અમદાવાદના કાંકરિયામાં AMCની સ્કૂલ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સ્કૂલમાં અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનો આરોપ છે. અસામાજિક તત્વોનાં આતંકને લઈ મુખ્ય શિક્ષકે પોલીસ વિભાગને અરજી કરી છે. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અસામાજિક તત્વો શાળામાં ઘૂસીને ગંદકી સહિત અસામાજિ પ્રવૃતિઓ કરે છે. સાથે જ શાળાને નુકસાન કરતા હોવાથી યોગ્ય કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી છે. એટલું જ નહીં સિક્યુરીટી ગાર્ડને પણ હેરાન કરવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. જો કે વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે શાળા બંધ થઈ હતી અને હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ નથી. હાલમાં આ શાળા બંધ હાલતમાં છે. સાથે જ વર્ષ 2021માં વિદ્યાર્થીઓને શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ગુનાખોરી વધી
અમદાવાદમાં વધુ એક મર્ડરની ઘટના ઘટી છે, રિવરફ્રન્ટ પર યુવાનની ગોળી મારીને હત્યા કરાયા બાદ આજે સવારે વધુ એક યુવાનને ચપ્પૂના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટના શહેરના શાહપુર વિસ્તારમાં બની છે, હાલમાં પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આજે સવારે અમદાવાદમાં બીજી મર્ડરની ઘટનાએ પોલીસ તંત્ર પર સવાલો ઉભા કરી દીધા છે. અમદાવાદનાં શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં સવારે હત્યાનો બનાવ બન્યો હતો. આજે સવારના 09:30 ની આસપાસનો અંગત અદાવતના કારણે એક હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મિર્ઝાપુર કુરેશ હૉલ પાસે એક યુવાન પર ઉપરાંછાપરી ચપ્પૂના જેવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. ઘટનામાં હત્યારા અને મૃતક વચ્ચે ધંધાકીય બાબતને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો, અને આ અંગત અદાવતના કારણે આજે સવારે હત્યારા આરોપીએ 25 વર્ષીય મોહમદ બિલાલ પર ઉપરાછાપરી ચપ્પૂના ઘા મારી દીધા, આ પછી મોહમદ બિલાલ મૃત્યુ પામ્યો હતો. હાલ પોલીસે આ હત્યા મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે, અને ફરાર આરોપીએને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે.