મોઢવાડિયાએ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સામે કર્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, જાણો શું ફેંક્યો પડકાર?
અર્જુન મોઢવાડિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ગંભીર આક્ષેલ લગાવ્યા છે. શહેરી સુવિધાઓમાં 112 રિઝર્વેશન હટાવી બિલ્ડરોને 30 હજાર કરોડનો લાભ કરાવ્યો હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ લગાવ્યો છે.
અમદાવાદઃ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ગંભીર આક્ષેલ લગાવ્યા છે. શહેરી સુવિધાઓમાં 112 રિઝર્વેશન હટાવી બિલ્ડરોને 30 હજાર કરોડનો લાભ કરાવ્યો હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ લગાવ્યો છે. રિઝર્વેશન હટાવી કરાયેલા ભ્રષ્ટાચારથી ધારાસભ્ય ખરીદ્યાનો આક્ષેપ લગાવ્યો છે. મોઢવાડિયાએ આક્ષેલ લગાવ્યો છે કે, સુરતની SVNITને બદલે એક પ્રોફેસરની સલાહ મેળવી સુવિધા માટે જમીન રિઝર્વ કરાઇ.
મોઢવાડિયાએ આક્ષેપો લગાવ્યો છે કે, ભાજપની સરકારની ભ્રષ્ટ્રાચાર કરવાની USP જમીન છે. ભાજપના મુખ્યમંત્રીઓ હવે જમીનનો વિભાગ પોતાની પાસે રાખતા થયા છે. હાલના મુખ્યમંત્રીએ પણ જમીન વિભાગ પોતાની પાસે રાખ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીએ પણ લડી ઝઘડીને જમીન વિભાગ પોતાની પાસે રાખ્યો હતો. ભાજપ મારી આ પ્રેસનો જવાબ આપે અને વિજયભાઇ મને નોટિસ આપે તો હું ખુશ થઈશ. ટીપી મૂકવાના, ખોલવાના ભાર્સ્ત્રચર થાય છે.
સુરત શહેરની પુનરાવર્તિત યોજના 2035ની યોજના તૈયાર કરાઈ હતી. 2015માં સુડાએ 115 ગામનો નકશો તૈયાર કર્યો. 985 કિલોમીટરનો નકશો તૈયાર કરી સુડા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યસરકારને મોકલ્યો હતો. સરકાર પાસે તેમાં ફેરફાર કરવાના અધિકાર હોતા નથી. આ DP અરજી મંજૂર થઈ અને તેમાં 400 જેટલી વાંધા અરજી આવી હતી. સરકારના સૂચનો સુડામાં અથવા SMCમા જવા જોઈએ. CMએ એવી નોંધ મૂકી કે લોકપ્રતિનિધિના સૂચનો મને મોકલો. સુડા હોવા છતાં અન્ય એક સલાહકાર સમિતિ બનાવવામાં આવી.