શોધખોળ કરો
Advertisement
ભારે વાહન ચલાવનારા ચાલકોએ આપવો પડશે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ, જાણો ગુજરાતમાં કેટલા ટ્રેક બનાવાશે
અત્યાર સુધી બસ અને ટ્રક જેવા ભારે વાહનો માટે ટેસ્ટ લેવામાં આવતો ન હતો. આગામી સમયમાં રાજ્યના તમામ જીલ્લામાં પણ હેવી વ્હીકલ ટેસ્ટ ટ્રેક બનાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અમદાવાદઃ રાજ્યમાં રસ્તાની હાલત ભરે સારી ન હોય પરંતુ તંત્ર દ્વારા નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા શહેરની હદમાંથી પસાર થતાં વાહનોની સ્પીડ લીમીટને લઈ જાહેરનામું બહાર પાડ્યું હતું અને હવે ભારે વાહનોના ટ્રાફિક નિયમન માટે નવી પોલિસી તૈયાર કરાઈ છે.
જેને લઈ હવે લાઈટ વ્હીકલ સાથે ભારે વાહન ચલાવનારા ચાલકોએ ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડશે. ભારે વાહનો માટે નવા ડાઇવિંગ ટ્રેક તૈયાર કરાશે. પ્રાથમિક તબક્કામાં રાજકોટ, કચ્છ, ગોધરા અને બાવળા એમ 4 જિલ્લામાં ટ્રેક બનાવાશે. જ્યાં ટ્રક અને બસ જેવા વાહનો માટે અલગથી ટેસ્ટ લેવામાં આવશે.
અત્યાર સુધી બસ અને ટ્રક જેવા ભારે વાહનો માટે ટેસ્ટ લેવામાં આવતો ન હતો. આગામી સમયમાં રાજ્યના તમામ જીલ્લામાં પણ હેવી વ્હીકલ ટેસ્ટ ટ્રેક બનાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આર્થિક મંદીને લઈ RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું......
જાણીતા ભજનીક હેમંત ચૌહાણ સહિતના દિગ્ગજ કલાકારો ભાજપમાં થયા સામેલ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement