શોધખોળ કરો
Advertisement
પહેલા જ વરસાદમાં અમદાવાદના કેવા થયા હાલ? એક ઈંચ વરસાદમાં જ ચાર સ્થળે પડ્યાં ભૂવા
ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે
ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોના ગરમીથી રાહત મળી છે. રવિવારે સવારે 3થી 4 વાગેની વચ્ચે મોટા ભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડયું હતું. સરેરાશ એક ઈંચ વરસાદને કારણે અમદાવાદમાં ચાર ભૂવા પડ્યા હતા અને સાત જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
રવિવારે સવારે 3થી 4 વાગેની આસપાસ મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. એક ઈંચ વરસાદને કારણે અમદાવાદમાં ચાર જગ્યાએ ભૂવા પડ્યા અને 7 વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. વરસાદી ઝાપટાને કારણે વેજલપુર મલાવ તળાવ, મેઘાણીનગર, પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે ભૂવો પડ્યા હતાં.
આ ઉપરાંત 7 સ્થળે પાણી ભરાયા હતા જ્યારે એક સ્થળે રોડ બેસી ગયાની અને ઝાડ પડ્યાની ફરિયાદ સામે આવી હતી. જીવરાજ પાર્ક મલાવ તળાવ પાસે રોડ બેસી જતાં એએમટીએસ બસ ફસાઈ હતી. જ્યારે મેઘાણીનગરમાં રસ્તો બેસી જતાં લોડેડ ટ્રક તેમાં ફસાઈ હતી. આ ઉપરાંત પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે એક નાનો ભૂવો પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે શહેરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતાં ગરમીનો પારો 6 ડિગ્રી ગગડી ગયો હતો.
વિસ્તાર.........વરસાદ
ચકુડિયા...........44 મીમી
ઓઢવ.............37.50 મીમી
સરખેજ............35 મીમી
વિરાટનગર......23.5 મીમી
ટાગોરહોલ.......30 મીમી
ઉસ્માનપુરા.......20.50 મીમી
રાણીપ............23 મીમી
બોડકદેવ.........10.5 મીમી
દાણાપીઠ........27 મીમી
મણિનગ..........30.50 મીમી
વટવા..............24 મીમી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
આરોગ્ય
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion