બાર્બેક્યુ નેશને અમદાવાદમાં વધુ એક આઉટલેટ લોન્ચ કર્યું
બાર્બેક્યુ નેશન ભારતની એક અગ્રણી કેઝ્યુઅલ ડાઇનિંગ ચેઇન્સ પૈકીની એક છે. બાર્બેક્યુ નેશન્સ દ્વારા જ શરૂઆતથી 'લાઇવ-ઓન-ધ-ટેબલ' ગ્રીલની ફૂડ સ્ટાઇલને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
અમદાવાદ: બાર્બેક્યુ નેશન ભારતની એક અગ્રણી કેઝ્યુઅલ ડાઇનિંગ ચેઇન્સ પૈકીની એક છે. બાર્બેક્યુ નેશન્સ દ્વારા જ શરૂઆતથી 'લાઇવ-ઓન-ધ-ટેબલ' ગ્રીલની ફૂડ સ્ટાઇલને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હવે જ્યારે તેમના દ્વારા બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં વધુ એક આઉટલેટ લોંચ થયું છે ત્યારે અમદાવાદીઓ માટે બાર્બેક્યુ ફૂડની મજા માણવાનો વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. બોપલ ખાતેનું આ આઉટલેટ 5640 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. વાઇબ્રન્ટ અને ટ્રેન્ડી ઇન્ટિરિયર્સ સાથેનું આ આઉટલેટ 142 મહેમાનોને સમાવી શકે છે, જે કોર્પોરેટ લંચ અને ફેમિલી ગેધરિંગનું આયોજન કરવા માટે યોગ્ય સ્થળ સાબિત થશે.
આ લોન્ચ દરમિયાન આનંદ વ્યક્ત કરતા બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી લિમિટેડના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર મન્સૂર મેમણે જણાવ્યું હતું કે, “અમને TRP મોલ, બોપલ ખાતે નવા આઉટલેટની શરૂઆત સાથે અમદાવાદમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવાનો આનંદ છે. અમે અમારા મહેમાનોનું સ્વાગત કરવા અને તેમને અમારી આતિથ્ય અને સેવાની શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે ઉત્સુક છીએ જે અમને અલગ બનાવે છે.”
બાર્બેક્યુ નેશન ખાતે ઇટ-ઓલ-યુ-કેન બુફેમાં વેજ અને નોનવેજ સ્પ્રેડમાં ઘણી બધી વેરાયટી પ્રદાન કરે છે. સ્ટાર્ટર્સમાં, નોનવેજ ખાવાના શોખીનો માટે પ્રખ્યાત મેક્સિકન ચિલી ગાર્લિક ફિશ, હોટ ગાર્લિક ચિકન વિંગ્સ, તંદૂરી તંગડી, કેજુન સીખ કબાબ, કોસ્ટલ બાર્બેક્યુ પ્રોન્ઝ અને ઘણું બધું ખાઈ શકે છે, જ્યારે વેજ ફૂડમાં પણ મોંમાં પાણી લાવે તેવા કુટી મિર્ચ કા પનીર ટિક્કા પર મિજબાની કરી શકે છે. વોક ટૉસ્ડ સીખ કબાબ, શબનમ કે મોતી મશરૂમ, પુરી કબાબ, અને હની સેસેમે સિનેમન પાઈનેપલ, તેમજ અન્ય વેરાયટી ઉપલબ્ધ છે. નોનવેજ ખાનારા લોકો માટેના મેઇન કોર્સ વિભાગમાં ચિકન દમ બિરયાની, રાજસ્થાની લાલ માસ અને દમ કા મુર્ગનો સમાવેશ થાય છે, જ્યારે શાકાહારીઓ પનીર બટર મસાલા, મેથી મટર મલાઈ, દાલ-એ-દમ અને વેજ દમ બિરયાનીની મજા માણી શકે છે. લાઇવ કાઉન્ટર્સ વિવિધ પ્રકારના નોન-વેજ/વેજ વિકલ્પો ઓફર કરે છે જેમ કે ચિલી ક્રિસ્પી પુરી, પાલક ચાટ, માર્ગરીટા પિઝા, કીમા પાવ અને ચિકન શીક. ડેઝર્ટ વિભાગમાં ચોકલેટ બ્રાઉની, રેડ વેલ્વેટ પેસ્ટ્રીઝ, અંગૂરી ગુલાબ જામુન, કેસરી ફિરની અને આવી અનેક વાનગીનો સમાવેશ થાય છે. રેસ્ટોરન્ટમાં કુલ્ફીની વિશાળ શ્રેણી મહેમાનોને એકથી વધુ વાર પૂછવા માટે મજબૂર કરી દેશે દેશે. આ કુલ્ફીઓની વિવિધ ફ્લેવરને એકબીજામાં મિક્સ કરીને અને ખૂબ જ પ્રિય મીઠાઈના વિવિધ કોમ્બિનેશન બનાવીને ટ્વિસ્ટ કરી શકાય છે.
બાર્બેક્યુ નેશન વિશે
2006 માં મુંબઈમાં તેના પ્રથમ સ્ટોરથી લાઈવ ઓન-ધ-ટેબલ ગ્રીલના ખ્યાલ સાથે 'DIY' (તમારી જાતે કરો) રાંધણકળાને પ્રોત્સાહન આપવા માટે બાર્બેક્યુ નેશન ભારતમાં જાણીતી છે. બાર્બેકયુ નેશનની શરૂઆત એક સાદા વિચાર સાથે કરવામાં આવી હતી – ગ્રાહકોને આકર્ષક ભાવે ભોજનનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવાનો વિચાર. આ ફિલસૂફી ભોજનના તમામ પાસાઓ સુધી વિસ્તરી અને બાર્બેક્યુ ફૂડ ચેઇનને ઝડપથી વિસ્તરવા માટેનું કારણ બની. છેલ્લા 15થી વધ વર્ષોમાં, બાર્બેક્યુ નેશને ભારત અને વિદેશમાં 200 થી વધુ આઉટલેટ્સ સાથે 80 થી વધુ શહેરોમાં વિસ્તરણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન, બ્રાન્ડે ઇન્ટરેક્ટિવ લાઇવ કાઉન્ટર્સ, બહુવિધ કુલ્ફીના પ્રકારો અને ‘બાર્બેક્યુ-ઇન-અ-બોક્સ’ના અનન્ય ડિલિવરી પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે નવીનતા સાથે કામ કર્યું છે.