શોધખોળ કરો
કોટડિયાને ભાગેડુ જાહેર કરવાની CIDની અરજી સેશન્સ કોર્ટે ચુકાદો મુલવતી રાખ્યો

અમદાવાદઃ બિટકોઇન કેસ મામલામાં આરોપી પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા માટે સીઆઇડી ક્રાઇમે કરેલી અરજી પર સેશન્સ કોર્ટે આજે ચુકાદો મુલવતી રાખ્યો હતો. આગામી એક-બે દિવસમાં સેશન્સ કોર્ટ આ અંગે ચુકાદો સંભળાવી શકે છે. આ અગાઉ સેશન્સ કોર્ટે નલીન કોટડિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યુ હતુ. જોકે હજુ સુધી નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી નથી. એવામાં કોટડિયાને proclaimed offender અને ભાગેડુ જાહેર કરવા માટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૮૨ હેઠળનું વોરન્ટ મેળવવા માટે સીઆઈડી ક્રાઈમે અરજી કરી હતી.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















