શોધખોળ કરો

Lok Sabha Election 2024: પોરબંદર લોકસભા બેઠક પરથી રમેશ ધડુકનું પત્તુ કપાયું, જાણો બીજેપીએ કોને આપી ટિકીટ

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણી માટે 195 બેઠકો પર ઉમેદવારના નામોની યાદી જાહેર કરી છે. તેમાંથી ગુજરાતની 15 બેઠકો પર  નામની જાહેરાત કરવામાં આવી છે.

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણી માટે 195 બેઠકો પર ઉમેદવારના નામોની યાદી જાહેર કરી છે. તેમાંથી ગુજરાતની 15 બેઠકો પર  નામની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર બેઠક પર બીજેપીએ મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે. પોરબંદરમાંથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નામ જાહેર થતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ વર્તમાન સાંસદ રમેશ ધડુકનું પત્તુ કપાયું છે.

કોણ છે મનસુખ માડવિયા?

તમને જણાવી દઈએ કે, મનસુખ માંડવિયા હાલમાં ભારત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી છે. તેઓ સૌપ્રથમ 5 જુલાઈ, 2016ના રોજ કેન્દ્રીય કેબિનેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. 30 મે, 2019 ના રોજ તેમણે ફરીથી સ્વતંત્ર હવાલો સાથે રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.

મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઈ 1972ના રોજ ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં થયો હતો. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે .  એક મધ્યમ-વર્ગીય ખેડૂત પરિવારમાંથી આવતા, મનસુખ માંડવિયા ચાર ભાઈઓમાં સૌથી નાના છે. તેમણે પ્રાથમિક શિક્ષણ હનોલની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે સોનગઢ ગુરુકુળમાંથી હાઈસ્કૂલ પૂર્ણ કરી હતી.

2012માં પ્રથમ વખત વિધાનસભામાં ચૂંટાયા
મનસુખ માંડવિયા પ્રથમ વખત 2012માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2018માં ફરી ચૂંટાયા હતા. માંડવિયાને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો, તેથી તેણે વેટરનરી સાયન્સનો અભ્યાસ કર્યો અને પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

એબીવીપી અને આરએસએસમાં જોડાયા
માંડવીયાએ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. તેમણે ભાજપની યુવા પાંખ, ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાતા પહેલા RSSની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્ય તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી.

ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા
માંડવિયા 2002માં પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેની ઉંમર માત્ર 28 વર્ષની હતી. ભાવનગર યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક, માંડવિયા લાંબી પદયાત્રાઓના આયોજન માટે પણ જાણીતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
Embed widget