Botad : ગઢડા BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી પુજારીની લાશ, પોલીસ દોડી આવી
ગઢડા BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષની ડેડબોડી મળી આવી છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિની ડેડબોડી મળી આવી છે. BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા.
બોટાદઃ ગઢડા BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષની ડેડબોડી મળી આવી છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિની ડેડબોડી મળી આવી છે. BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા. આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં ડેડબોડી મળી આવી છે. ઘટનાની જાણ થતાં DYSP,LCB,SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. BAPS મંદિર માંથી મળી આવેલ શંકાસ્પદ ડેડબોડી ને લઈ પોલીસનો ધમધમાટ શરૂ.
Janmashtami 2022 : ગોંડલના લોક મેળામાં ચાલુ રાઇડમાંથી યુવક નીચે પટકાયો
રાજકોટઃ રાજકોટ જિલ્લાના ગોંડલનો લોકમેળો શોક મેળો બન્યો છે. રાજકોટ ગોંડલના લોક મેળામાં બની વધુ એક દુર્ઘટના ઘટી છે. રાઇડમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો. લાલજીભાઈ મકવાણા વાછરા ગામેથી મેળો કરવા આવ્યા હતા. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ગોંડલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો. વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં માં આવ્યો. ગઈ કાલ રાત્રે જ મેળામાં શોર્ટ લાગતા ફાયરના કર્મચારી સહિત બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના ગોંડલમાં યોજાયેલા લોકમેળામાં વીજકરંટ લાગતા બે વ્યક્તિના મોત થયાના સમાચાર છે. ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા સંચાલિત યોજાયેલ લોકમેળામાં 2 વ્યક્તિઓને વિજકરંટ લાગતા તેમના મોત થયા છે. મેળામાં એક વ્યક્તિને વીજ કરંટ લાગતા પાલિકા કર્મચારી બચાવવા જતા ફાયરના કર્મચારીને પણ વિજકરંટ લાગ્યો હતો. વિજકરંટ લાગતા બંને વ્યક્તિઓને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેના મોત નિપજ્યા હતા.
જન્માષ્ટમીના તહેવારમાં જ અલગ અલગ અકસ્માતમાં 9 લોકોના મોત, ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 4 લોકોના મોત
અમદાવાદઃ જન્માષ્ટમીના તહેવારના દિવસે જ અલગ અલગ ચાર અકસ્માતમાં 8 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક પાછળ કાર ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અક્સ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. અક્સ્માતમાં બે મહિલા , એક પુરુષ , એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે મોત થયું છે. તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે. તમામ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ અસલાલી પાસે અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. ખેડાના રડું ગામના પટેલ પરિવારને નડ્યો અકસ્માત. ડોકટર્સ સહિત 3 લોકોના થયા મૃત્યુ. અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. રોડ ઉપર ઉભેલ ડમ્પર પાછળ કાર ઘૂસતા અકસ્માત થયો હતો.
અમદાવાદ એસ.જી. હાઇવે પર લોડિંગ રિક્ષાની ટક્કરથી મહિલાનું મૃત્યુ થયું છે. સરખેજ લકી એસ્ટેટ-સાબર હોટેલ પાસેની ઘટના. મહિલાને અકસ્માત બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાનું સારવાર દરમ્યાન થયું મૃત્યુ. એસ.જી. હાઇવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ રાત્રી દરમિયાન હીટ અન્ડ રનની ઘટના ઘટી હતી. લીમખેડા સર્કીટ હાઉસ નજીક રેતીના ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત થયું છે. અકસ્માતમા બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થઈ છે. એકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ મા ખસેડાયો છે. ડમ્પર ચાલક બાઈકને 500 મીટર સુધી ઘસડીને લાવ્યો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મુકી થયો ફરાર. ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.