Gujarat: નવા મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈ એબીપી અસ્મિતાની EXCLUSIVE જાણકારી
Gujarat Cabinet Expansion: કચ્છમાંથી અનિરૂદ્ધ દવેને રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જયેશ રાદડિયાનો પણ મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા પૈકી કોઈ એકને સ્થાન મળશે

Gujarat Cabinet Expansion: દિવાળી પહેલા ગુજરાત સરકારના મંત્રી મંડળના વિસ્તરણને લઇને સમાચારો વહેતા થયા હતા, ગમે ત્યારે ગુજરાત સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ થઇ શકે છે, હવે આ અંગે સત્તાવાર મહોર લાગી ચૂકી છે, અને એબીપી અસ્મિતા પર આ વાતને પુરેપુરી એક્સક્લૂસિવ જાણકારી સામે આવી છે, કે નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે. આ મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈ એબીપી અસ્મિતાની EXCLUSIVE જાણકારી અહીં વાંચો....
એબીપી અસ્મિતાની એક્સક્લૂસિવ જાણકારી આ પ્રમાણે, સુત્રો તરફથી માહિતી છે કે, નવા મંત્રીમંડળમાં છ થી સાત ધારાસભ્યમાંથી એકને મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ અપાશે. કચ્છના છ ધારાસભ્યમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. આ ઉપરાંત માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ સંભવ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં 53માંથી ભાજપના 43 ધારાસભ્ય છે, CM સિવાય ઉત્તર ગુજરાતમાંથી ચારનો મંત્રી મંડળમાં સમાવેશ થશે. ઉત્તર ગુજરાતમાંથી એક કડવા પટેલ, એક OBC, એક ST ધારાસભ્યનો સમાવેશ થશે. મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ યથાવત રહેશે. આ ઉપરાંત વાવના સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. લવિંગજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ શક્ય છે. ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ સનદી અધિકારી પી.સી.બરંડાનો સમાવેશ શક્ય છે.
સૌરાષ્ટ્રની 47 પૈકી ભાજપ પાસે 42 બેઠક છે. જેમાં સૌરાષ્ટ્રના સાતથી આઠ ધારાસભ્ય મંત્રી બનશે. સૌરાષ્ટ્રના ત્રણ લેઉવા અને એક કડવા પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થશે. કોળી સમાજના બે અને આહિર સમાજના એક ધારાસભ્યને મંત્રી બનાવાશે. સૌરાષ્ટ્રમાં SCના એક અને ક્ષત્રિય સમાજમાંથી એક ધારાસભ્ય મંત્રી બનાવાશે. કિરીટસિંહ રાણા, રિવાબા જાડેજાનો મંત્રીમંડળમાં સંભવ છે. સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત છે.
કચ્છમાંથી અનિરૂદ્ધ દવેને રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જયેશ રાદડિયાનો પણ મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા પૈકી કોઈ એકને સ્થાન મળશે. કાંતિભાઈ અમૃતિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કાંતિભાઈ અમૃતિયા અથવા સંજય કોરડિયા પૈકી કોઈ એકને સ્થાન મળી શકે છે. આહિર સમાજમાંથી ઉદય કાનગડને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે. પરસોત્તમ સોલંકીના સ્થાને ભાઈ હીરા સોલંકીને સ્થાન મળી શકે છે. અર્જુન મોઢવાડિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને સ્થાન મળી શકે છે. મધ્ય ગુજરાતમાંથી પાંચથી છ ધારાસભ્યને સ્થાન મળી શકે છે. રમણ સોલંકીનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતા છે. ઈશ્વરસિંહ પટેલનો મંત્રીમંડળમાં સમાવશે થઈ શકે છે. ઈશ્વરસિંહ પટેલ અથવા રમેશ પટેલ પૈકી કોઈ એકનો સમાવેશ થશે.
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનો સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. રમેશ કટારા અથવા કનૈયા કિશોરી પૈકી એકને સ્થાન મળી શકે છે. મનિષા વકીલનો ફરી મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ચિત મનાય છે. બાલકૃષ્ણ શુક્લનો મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે. ગણપત વસાવા કે નરેશ પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. ડાંગમાંથી વિજય પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે. પ્રફુલ્લ પાનસેરિયાનું પ્રમોશન મળવાનું નિશ્ચિત છે. મુકેશ પટેલને મંત્રીમંડળમાં યથાવત રખાઈ તેવી શક્યતા છે. હર્ષ સંઘવીને કેબિનેટ મંત્રીનું પ્રમોશન નક્કી છે. કનુભાઈ દેસાઈને મંત્રીમંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે.





















