શોધખોળ કરો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર કાર ખાબકી પાણી ભરેલા ખાડામાં, એકનું મોત
અમદાવાદ- રાજકોટ હાઇવે ઉપર બગોદરા નજીક કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેમાં પરિવારની એક વ્યક્તિનું મોત થયું છે.

અમદાવાદઃ બગોદરા પાસે અમદાવાદથી જામનગર તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. પરિવાર કાર લઈને જામનગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અમદાવાદ- રાજકોટ હાઇવે ઉપર બગોદરા નજીક કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. જેમાં પરિવારની એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદ-રાજકોટ હાઈ-વે પરથી કાર પસાર થઈ રહી હતી, ત્યારે બગોદરા પાસે કાર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી અને આ દુર્ઘટના ઘટી હતી.
વધુ વાંચો





















