અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો, SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
અમદાવાદમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ગુરૂવારે શહેરમાં કોરોનાના નવા 298 કેસ નોંધાયા છે. સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે SVP હોસ્પિટલમાં દર્દીની સંખ્યામાં વધારો થયો છે. સૂત્રોનું માનીએ તો સિવીલ હોસ્પિટલ કરતા SVPમાં દર્દીઓની સંખ્યામાં વધારો છે.
SVP હોસ્પિટલમાં હાલ 298 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે SVPમાં ICU વૉર્ડ દર્દીઓથી ઉભરાયો છે. જ્યારે હાલમાં સિવીલ હોસ્પિટલમાં 136 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવીલમાં 136 પૈકીના 4 દર્દીઓ હાલ વેંટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. SVP અને સિવીલ હોસ્પિટલમાં કુલ 384 દર્દીઓ હાલ કોરોનાની ટ્રીટમેંટ લઈ રહ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42 ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 324, અમદાવાદ કોર્પોરેશનમાં 298, વડોદરા કોર્પોરેશનમાં 111, રાજકોટ કોર્પોરેશનમાં 98, સુરતમાં 71,જામનગર કોર્પોરેશન -38, ખેડા-25, પંચમહાલ-25, ભાવનગર કોર્પોરેશન-24, દાહોદ 18, મહેસાણા 18, વડોદરા 18, આણંદ 15, કચ્છ 15, રાજકોટ 15, ગાંધીનગર કોર્પોરેશન-14, ભરૂચ 13, મહિસાગર 13, નર્મદા 13, સાબરકાંઠા 13, ગાંધીનગર-10, જામનગરમાં 10, અમરેલી 8, ભાવનગરમાં 8, પાટણ 7, અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
સુરત કોર્પોરેશનમાં 261, અમદાવાદ કોર્પોરેશનમાં 250, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 67, સુરતમાં 5, રાજકોટ-10, ભરુચ-11, મહેસાણા-15, જામનગર કોર્પોરેશન -12, ખેડા-15, ભાવનગર કોર્પોરેશન 11, ભરૂચ 11, મહીસાગર 11 અને દેવભૂમિ દ્વારકામાં 13 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 24,13,350 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,67,671 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,55,174 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,39,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.