શોધખોળ કરો
Advertisement
ફરસાણની દુકાન બહાર સિલિન્ડર બ્લાસ્ટ ફાટતા બે લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદઃ નારણપુરમા અંકુર ચાર રસ્તા નજીક મયૂર ભજીયા હાઉસની બહાર ફરસાણની દુકાનમા સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરા-તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટમા બે વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા. દશેરાના અવસરના કારણે અંકુર વિસ્તારમાં મયૂર ભજીયા હાઉસની બહાર સ્પેશિયલ ફાફડા-જલેબી માટે મંડપ બાંધીને સ્ટોલ ઉભો કરાયો હતો. કારીગરો ફાફડા-જલેબી બનાવી રહ્યા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામા કારીગર અને એક ગ્રાહક ઈજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર ઘટનાના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. સિલિન્ડર બ્લાસ્ટથી સ્થાનિકોમા રોષ વ્યાપી ગયો હતો. પોલીસ અને મ્યુનિસપલ કોર્પોરેશનની રહેમ નજર હેઠળ ગેરકાયેદસર મંડપ બાંધીને વેચાણ કરવામા આવતુ હોવાનો લોકોમા આક્રોશ હતો. પોલીસે આ ઘટનાના પગલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement