શોધખોળ કરો

Ahmedabad: ATMમાં રૂપિયા ઉપાડતા લોકોને મદદના બહાને છેતરપિંડી કરી પૈસા ઉપાડતા શખ્સની ધરપકડ

અમદાવાદની સરખેજ પોલીસે ATMમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને છળકપટથી પૈસા ઉપાડી લેતા એક શખ્સની ધરપકડ કરી છે.

અમદાવાદ:  અમદાવાદની સરખેજ પોલીસે ATMમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને છળકપટથી પૈસા ઉપાડી લેતા એક શખ્સની ધરપકડ કરી છે. આ પકડાયેલો શખ્સ ઓછુ ભણેલા લોકોને નિશાન બનાવતો હતો.  આ માટે ATM મશીન બહાર જ ફરતો હતો.  જે વ્યકિતને કંઈ ખબર ન પડતી હોય તેની મદદ કરવા દોડી જતો અને મદદના બહાને છેતરપિંડી કરતો હતો.  પકડાયેલો શખ્સ મુંબઈના બોરીવલીમાં રહેતો હોવાનું અને અમદાવાદમાં પણ એક મકાન ધરાવતો હોવાનું સામે આવ્યું છે.  પકડાયેલા શખ્સ પાસેથી પોલીસને 30 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં આ વ્યકિત છેતરપિંડીના કેસમાં અગાઉ 22 મહિના જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: ઉતરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ફક્ત ચાઈનીઝ દોરી જ નહીં પણ આ મામલે પણ થશે કાર્યવાહી

ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત સિંથેટિક દોરી એટ્લે કે ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે,  ચાઇનીસ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમા 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકશાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે.

ચાઇનીસ દોરીના ઑનલાઇન વેચાણ સામે પણ આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિંથેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. વધું તેજીલી દોરી ઘાતક હોય છે જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે

પ્રતિબંધિત સિન્થેટિક દોરી કે જે ચાઈનીઝ દોરીના નામથી ઓળખાય છે તેની સામે અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે. માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે.

અમદાવાદમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં 

ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget