શોધખોળ કરો

કોંગ્રેસને લાગશે વધુ એક ઝટકો, 500 કાર્યકરો સાથે આ નેતા AAPમાં જોડાશે

ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. નેતાઓનો પક્ષ બદલવાનો સીલસીલો યથાવત છે. હવે કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટી છોડવાના છે.

અમદાવાદ: ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. નેતાઓનો પક્ષ બદલવાનો સીલસીલો યથાવત છે. હવે કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટી છોડવાના છે. કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવી આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપ નેતા ઈશુદાન ગઢવી અને ગુલાબસિંહ યાદવની હાજરીમાં તેઓ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડશે. 500 જેટલા કાર્યકરો સાથે કૈલાશ ગઢવી આપમાં જોડાશે.

નારાજ હાર્દિક પટેલને મનાવવા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મેદાને

 હાર્દિક પટેલ ઘણા સમયથી સ્ટેટ કોંગ્રેસની લીડરશીપથી નારાજ જોવા મળી રહ્યા છે. જેને લઈને તેમણે ઘણીવાર તેમણે મીડિયા સામે આવીને નારાજગી વ્યક્ત કરી છે. તો હવે વાત સામે આવી રહી છે કે, નારાજ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના બે મહાસચિવ હાર્દિકને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે તેવી સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કે સી વેણુગોપાલ હાર્દિકના સંપર્કમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  બંને મહાસચિવોએ હાર્દિક સાથે ટેલીફોનીક વાત કરી છે. હાર્દિક પટેલ પક્ષ ન છોડે તે માટેના બંને નેતાઓ પ્રયાસ કરતા હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે.

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં ? આજે સોનિયા ગાંધી સાથે કરી શકે છે મુલાકાત

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેને લઈ સસ્પેંશ યથાવત છે. તેવામાં મિશન 2022 માટે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ લઈ શકે છે મહત્વનો નિર્ણય. નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્લી પહોંચ્યા છે અને નરેશ પટેલની આજે સોનિયા ગાંધી સાથે બેઠક મળી શકે છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી શકે છે અને આ બેઠક બાદ આજે સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. ગઈકાલથી જ નરેશ પટેલ દિલ્લીના પ્રવાસે છે. નરેશ પટેલની કૉંગ્રેસ હાઈકમાંડ સાથેની બેઠક પર પાટીદાર સમાજના આગેવાનોની નજર છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત

સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે.  છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે.  અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Embed widget