શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઘટ્યા કોરોનાના એક્ટિવ કેસ, જાણો કયા ઝોનમાં કેટલા છે એક્ટિવ કેસ?
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ગઈ કાલે આ કેસો ઘટીને 3079 થઈ ગયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ગઈ કાલે આ કેસો ઘટીને 3079 થઈ ગયા છે. શહેરમાં નવા આવી રહેલા કેસોની સામે રિકવરી રેટ વધુ હોવાને કારણે અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસો ઘટી રહ્યા છે. એટલું જ નહીં, અમદાવાદમાં કોરોનાથી મૃત્યુનો દર પણ ઘટી રહ્યો છે.
ગઈ કાલે અમદાવાદ શહેરમાં કોરોનાના 168 કેસ નોંધાયા હતા. જેની સામે 235 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. છેલ્લા 24 કલાકમાં એસ.વી.પી.હોસ્પિટલમાં એક અને સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 21,185 થઈ છે.
ઝોન એક્ટિવ કેસ
પૂર્વ 454
પશ્ચિમ 603
મધ્ય 228
ઉત્તર 437
દક્ષિણ 461
ઉ.પશ્ચિમ 463
દ.પશ્ચિમ 433
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement