શોધખોળ કરો
કોરોનાના કહેર વચ્ચે સુરત અમદાવાદથી આ બાબતમાં પણ નીકળી શકે છે આગળ? જાણો વિગત
છેલ્લા એક જ અઠવાડિયામાં સુરતમાં અમદાવાદ કરતાં 738 એક્ટિવ કેસ વધુ નોંધાયા છે.

સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 10,897 છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3690 એક્ટિવ કેસ છે. આ પછી સૌથી વધુ એક્ટિવ કેસ સુરતમાં 2930 છે. આમ, એક્ટિવ કેસની બાબતમાં અમદાવાદ સુરતની નજીક પહોંચી રહ્યું છે. સુરતમાં જે પ્રકારે કેસો આવી રહ્યા છે, તે જોતાં થાડો દિવસમાં સુરતના એક્ટિવ કેસો અમદાવાદ કરતાં વધી શકે છે. છેલ્લા એક અઠવાડિયાની વિગતો જોઇએ તો સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં 7મી જૂલાઇથી 13મી જુલાઇ દરમિયાન કુલ 1906 કેસ નોંધાયા છે. જેની સામે 959 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં જ સુરતમાં એક્ટિવ કેસમાં 916નો વધારો થયો છે. તેની સામે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં 7મી જૂલાઇથી 13મી જુલાઇ દરમિયાન કુલ 1184 કેસ નોંધાયા છે. જેની સામે 978 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 28 લોકોના મોત થયા છે. સાજા થયેલા અને મોતની સંખ્યા બાદ કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદમાં એક્ટિવ કેસમાં માત્ર 178નો વધારો થયો છે. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં સુરતમાં અમદાવાદ કરતાં 738 એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. આમ, ગઈ કાલે સાંજ સુધીના એક્ટિવ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સુરત કરતાં 760 એક્ટિવ કેસ વધુ છે. ગયા અઠવાડિયા પ્રમાણે જ જો સુરતમાં કેસોમાં કાબૂ ન આવે તો આવતા અઠવાડિયા સુધીમાં સુરત ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતો જિલ્લો થઈ જશે.
| Date | Surat | Discharge | Death | Ahmedabad | Discharge | Death |
| 13-07-2020 | 287 | 186 | 5 | 164 | 125 | 3 |
| 12-07-2020 | 251 | 138 | 5 | 172 | 133 | 4 |
| 11-07-2020 | 270 | 136 | 3 | 178 | 126 | 4 |
| 10-07-2020 | 269 | 118 | 4 | 165 | 161 | 5 |
| 09-07-2020 | 307 | 124 | 6 | 162 | 139 | 5 |
| 08-07-2020 | 273 | 181 | 5 | 156 | 170 | 5 |
| 07-07-2020 | 249 | 76 | 3 | 187 | 124 | 5 |
| Total | 1906 | 959 | 31 | 1184 | 978 | 28 |
વધુ વાંચો





















