શોધખોળ કરો
Advertisement
Coronavirus: ભારતમાં પણ આવ્યો ફરી સંક્રમણનો મામલો, અમદાવાદની મહિલા ચાર મહિના બાદ થઈ કોરોના પોઝિટિવ
18 એપ્રિલે મહિલાનો કોરોના પોઝિટિવ આયો હતો. જે બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી.
અમદાવાદઃ હોંગકોંગ, બેલ્જિયમ અને નેધરલેન્ડમાં ફરી કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા બાદ ભારત પણ આ કડીમાં સામેલ થઈ ગયુ છે. ફરીવાર કોરોના સંક્રમણની પુષ્ટિ થયા બાદ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે. ગુજરાતના અમદાવાદમાં 54 વર્ષીય મહિલા કોરોના વાયરસથી ફરી સંક્રમિત મળી આવી છે. 23 ઓગસ્ટના રોજ RT-PCR ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. આ પહલા એપ્રિલમાં સંક્રમિત થા બાદ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
મંગળવારે ઈસનપુરની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ દાવો કર્યો, એપ્રિલમાં કોવિડ-19 સંક્રમણનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ મહિલા ફીથી સંક્રમિત થઈ છે. આ ફરી સંક્રમણનો મામલો હોઈ શકે છે. હોસ્પિટલમાં મહિલાની સારવાર કરતાં ડોક્ટરે કહ્યું, પ્રાથમિક રીતે કોવિડ-19ના ફરી સંક્રમણ જેવું લાગે છે. ચાર મહિના સુધી કોઈ સમસ્યા વગર દર્દીમાં ફરીથી એકવાર લક્ષણ જોવા મળ્યા હતા. આ પહેલા મહિલાનો રિપોર્ટ બે વખત નેગેટિવ આવી ચુક્યો છે.
18 એપ્રિલે મહિલાનો કોરોના પોઝિટિવ આયો હતો. જે બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી હતી. ફરીવાર સંક્રમણનો મામલો પ્રકાશમાં લાવનારા ડોક્ટરે કહ્યું, અમારી સામે ફરી સંક્રમણનો આ પ્રથમ મામલો છે. મહિલામાં કોરોના વાયરસ હોવા છતાં બીમારીના લક્ષણ નથી જોવા મળ્યા અને તેની હાલત સ્થિર છે. મહિલા દર્દીના બ્લડ અને સ્વેબ સેમ્પલ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં બુધવારે કોરોનાના 1197 કેસ નોંધાયા હતા અને વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2947 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,798 એક્ટિવ કેસ છે, જ્યારે 72,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,798 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90,193 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement