Ahmedabad Corona Cases: કોરોનાને લઈ અમદાવાદ માટે શું છે રાહતના સમાચાર ? જાણો વિગત
Ahmedabad Covid-19 update: આગામી દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.શહેરમાં હાલમાં 30 હજાર જેટલા કોરોનાના એકટિવ કેસ છે
Ahmedabad Corona Cases: ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ ઘટી રહ્યા છે. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાતા લોકો હવે કેસ ઘટતા રાહત અનુભવી રહ્યા છે.શનિવારે શહેરમાં શુક્રવારની સરખામણીમાં 415 કેસ ઓછા નોંધાયા હતા.કોરોનાના નવા 3990 કેસ અને સાત સંક્રમિત દર્દીના મોત નોંધાતા આગામી દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.શહેરમાં હાલમાં 30 હજાર જેટલા કોરોનાના એકટિવ કેસ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140 અને ખાનગી હોસ્પિટલોમાં 249 દર્દી સારવાર હેઠળ છે.
શહેરમાં 28 જાન્યુઆરીએ કોરોનાના 4405 કેસ નોંધાયા હતા.શનિવારે નવા નોંધાયેલા 3990 કેસની સામે 8177 દર્દી સાજા થયા હતા. એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 140 દર્દી પૈકી 67 દર્દી ઓકિસજન-આઈસીયુ બેડ ઉપર સારવાર લઈ રહ્યા છે.શહેરના સાત ઝોનમાં હાલમાં 30 હજાર એકિટવ કેસ છે.મ્યુનિ.તંત્ર દ્વારા રોજ સાત હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
શહેરમાં કેટલા છે માઈક્રોકન્ટેઈનમેન્ટ
શનિવારે શહેરના વધુ 12 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર,બોપલ,સાઉથ બોપલ,સરખેજ અને વેજલપુરના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.દક્ષિણ ઝોનમાં ઈસનપુરના એક સંક્રમિત સ્થળ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં મોટેરા તથા મધ્યઝોનમાં શાહપુરના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયુ હતું.ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા ઉપરાંત વસ્ત્રાપુર અને છારોડીના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.કુલ 105 સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો રાહતજનક ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11794 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 11 દિવસ બાદ 1 લાખથી નીચે આવ્યો છે. રાજ્યમાં હાલ 98021 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, કોરોનાથી સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 27 મે બાદ સૌથી વધુ 33 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.