શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમદાવાદમાં સૌથી વધુ 373 નવા કેસ નોંધાયા, વધુ 5 દર્દીઓના મોત
અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 46968 પર પહોંચી છે, જ્યારે મૃત્યુઆંક 1951 પર પહોંચ્યો છે.
અમદાવાદ: શહેરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં ચિંતાનજક વધારો થયો છે. અમદાવાદ શહેરમાં આજે 354 નવા કેસ નોંધાયા હતા અને 5 લોકોના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 373 નવા કેસ નોંધાયા છે. વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અમદાવાદ શહેરમાં બે દિવસ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર અને જિલ્લા મળીને આજે કુલ 322 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 46968 પર પહોંચી છે, જ્યારે મૃત્યુઆંક 1951 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 41,594 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે
અમદાવાદમાં કર્ફ્યૂ લાગુ થયા બાદ શહેરની સરહદો સીલ કરી દેવાઈ. શહેરના તમામ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ પાસિંગના વાહનને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. અને બહાર નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરાઇ રહી છે.
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સૌથી વધુ 1515 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3846 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,95,917 પર પહોંચી છે.
રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 178786 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 95 દર્દી વેન્ટીલેટર પર છે અને 13190 લોકો સ્ટેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement