શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા ત્રણ જિલ્લામાં કોરોનાએ મચાવ્યો છે હાહાકાર? રાજ્યમાં ટોપ-5 એક્ટિવ કેસો ધરાવતા જિલ્લામાં બે સૌરાષ્ટ્રના
સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા 10 જિલ્લામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 11,289 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3621 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 3046 એક્ટિવ કેસો છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા 10 જિલ્લામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
એટલું જ નહીં, સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-5 જિલ્લામાં સૌરાષ્ટ્રના બે ભાવનનગરમાં 546 અને રાજકોટમાં 530 એક્ટિવ કેસો છે. તેમજ સુરેન્દ્રનગર આઠમાં સ્થાને 246 એક્ટિવ કેસો છે.
સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ત્રણ, સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના ત્રણ અને એક મધ્ય ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ભરુચમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ 695 એક્ટિવ કેસો છે.
Ahmedabad 3621
Surat 3046
Vadodara 695
Bhavnagar 546
Rajkot 530
Gandhinagar 277
Mehsana 265
Surendranagar 246
Valsad 219
Bharuch 203
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement