શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શું લેવામાં આવ્યો મોટો નિર્ણય ?
રાજ્યમાં હાલ 14792 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 187969 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે સિવીલ હોસ્પિટલમાં તબીબોનો સ્ટાફ વધારવામાં આવ્યો છે. અન્ય જિલ્લામાંથી 70 તબીબોને સિવીલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર મૂકાયા છે. વડોદરા, સુરત,રાજકોટ અને જામનગરથી તબીબોને અમદાવાદ હોસ્પિટલ ફરજમાં મૂકાયા છે.
હાલ સિવીલ હોસ્પિટલ મેડિસીટી કેમ્પસમાં કોરોનાના 1276 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત નવી કિડની હોસ્પિટલમાં જો દર્દીને ખસેડવામાં આવે તો ત્યાં તબીબોનો સ્ટાફ મૂકવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
રાજ્યમાં હાલ 14792 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 187969 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 14703 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 206714 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement