શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડુ: વહેલી સવારે જ અમદાવાદમાં શરૂ થયો વરસાદ
બુધવારે સવારે જ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતાં. બુધવારે ગુજરનતા અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. અમદાવાદમાં પણ વાદળછાંયુ વાતાવરણ બની રહ્યું છે.
અમદવાદ: ‘વાયુ’ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાના 23 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અમુક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડના કારણે વૃક્ષો પડી જવાની ઘટના પણ સામે આવી છે.
છ જિલ્લામાં વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. બુધવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 28 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
જોકે બુધવારે સવારે જ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતાં. બુધવારે ગુજરનતા અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. અમદાવાદમાં પણ વાદળછાંયુ વાતાવરણ બની રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.
અમદાવાદનો વીડિયો જોવા અહીં ક્લિક કરો...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement