ભૂજ એરબેઝ પરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ, 'ઓપરેશન સિંદૂર અભી ખતમ નહીં હુઆ, પિક્ચર અભી બાકી હૈ'
Operation Sindoor: ભૂજ એરબેઝ પરથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી.

Operation Sindoor: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે ભૂજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અહીંના વાયુ યોદ્ધાઓને અભિનંદન આપ્યા હતા. અહીં પોતાના ભાષણમાં પાકિસ્તાન પર કટાક્ષ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં તમે દુશ્મનોનો નાશ કરી દીધો.
#WATCH | Gujarat: At Bhuj Air Force Station, Defence Minister Rajnath Singh says, "The entire world has seen how you destroyed nine terrorist camps located on the soil of Pakistan. In the action taken later, several of their air bases were destroyed. During #OperationSindoor,… pic.twitter.com/Ous0ybdG1Y
— ANI (@ANI) May 16, 2025
ઓપરેશન સિંદૂર પછી શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભૂજ એરબેઝ પહોંચ્યા. તે અહીં સૈનિકોને મળ્યા. રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે કહ્યું કે સમય આવશે ત્યારે તેઓ આખું ચિત્ર બતાવશે. સંરક્ષણ મંત્રીએ ભારતીય વાયુસેનાની ખૂબ પ્રશંસા કરી છે.
ભૂજમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આપણી વાયુસેનાની પાકિસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચ છે તે કોઈ નાની વાત નથી, આ વાત સંપૂર્ણપણે સાબિત થઈ ગઈ છે. આજે પરિસ્થિતિ એવી છે કે ભારતના લડાકુ વિમાનો સરહદ પાર કર્યા વિના, અહીંથી દુશ્મન દેશના દરેક ખૂણા પર પ્રહાર કરવા સક્ષમ છે. આખી દુનિયાએ જોયું છે કે તમે પાકિસ્તાનની ધરતી પર નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને ત્યારબાદની કાર્યવાહીમાં તેમના ઘણા એરબેઝનો નાશ કર્યો.
ભૂજ એર બેઝ પર બોલતા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, 'ગઈકાલે જ હું શ્રીનગરમાં આપણા બહાદુર સૈન્ય જવાનોને મળ્યો. આજે હું અહીં વાયુસેનાના સૈનિકોને મળી રહ્યો છું. ગઈકાલે હું ઉત્તરીય ક્ષેત્રમાં આપણા સૈનિકોને મળ્યો હતો અને આજે હું દેશના પશ્ચિમ ભાગમાં વાયુસેનાના સૈનિકો અને અન્ય સુરક્ષા કર્મચારીઓને મળી રહ્યો છું. બંને મોરચે ઉત્સાહ અને ઉર્જાનો માહોલ જોઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે તમે ભારતની સરહદોને સુરક્ષિત રાખશો. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાને બશીર બદ્રના એક શેર દ્વારા પાકિસ્તાનને સલાહ પણ આપી. તેણે કહ્યું, 'કાગજ કા હૈ લિબાસ ચરાગો કા શહર હૈ, સંભલ-સંભલ કે ચલના ક્યોંકિ તુમ નશે મેં હો.'





















